વંદુ સહજાનંદ મહાઅનુષ્ઠાન
આગામી સુવર્ણ જયંતિ મહોત્સવના ઉપક્રમે, પરમ પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજીની પ્રેરણા અને પરમ પૂજ્ય સદ્ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન સાથે, વંદુ સહજાનંદ રસરૂપ…એ મૂર્તિના પદોની ૨૦૧મી જયંતિ નિમિત્તે, મહાવદ બીજ, તા. ૨૭ ફેબ્રુઆરી, ૨૦૨૫ ના રોજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, મેમનગર ખાતે ‘વંદુ સહજાનંદ મહાઅનુષ્ઠાન’નું આયોજન કરવામાં આવ્યું હતું.
૨૫૦૦ ઉપરાંત સંતો, વિદ્યાર્થીઓ અને હરિભક્તો આ મહાઅનુષ્ઠાનમાં જોડાયા હતા. અનુષ્ઠાન બાદ સદ્ગુરુ સંતોએ શ્રીજી મહારાજનું અને સદ્ગુરુ શ્રી પ્રેમાનંદ સ્વામીનું પૂજન કર્યું હતું. શાસ્ત્રી શ્રી ભક્તવત્સલદાસજી સ્વામી અને શાસ્ત્રી શ્રી ધર્મનંદનદાસજી સ્વામીએ વંદુના પદનું માહાત્મ્ય વર્ણવ્યું હતું. પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામીએ મંગલ ઉદ્બોધનમાં દર વર્ષે વંદુના પદોની જયંતિના દિવસે આ રીતે મહાઅનુષ્ઠાનનું આયોજન કરવાની જાહેરાત કરતા ઉપસ્થિત સર્વે ભક્તોએ તેને ઉત્સાહથી વધાવી લીધી હતી.