Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Empowered By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Vachanamrut Satsang Mahasabha – 2019

Photo Gallery

Bhagwan Swaminarayan performed Pratishtha of Shree Laxminarayan Dev and his own Murti in the form of Harikrishna Maharaj in Vadtal, that’s why there is a huge significance of this place.
In coming November, 2019 between 6th to 12th, a unique Kartiki festival – Vachanamrut Dwishatabdi Mahotsav – is organised to mark the 200th year of one of the sacred scriptures in the Swaminarayan Sampraday called Vachanamrut. These Vachanamruts are pure nectar flown from the mouth of Bhagwan Shree Swaminarayan. As an advance preparation to invite as many people as possible, Vadtal temple board in the leadership of PPDD 1008 Acharya Shree Rakeshprasadji Maharaj is organising invitation festival every weekend until the start of the main festival in November.
On 22nd September, 2019 at the SGVP Gurukul campus the Sunday discourse in the presence of Guruvarya Sadguru Sashtri Shree Madhavpriyadasji Swami, Pujya Purani Swami Shree Bhaktiprakashdasji Swami, Pujya Purani Shree Balakrishnandasji Swami, Shree Satsangbhushan Swami from Kanbha Gurukul, Asst Kothari of Vadtal Shree Santvallabhdasji swami and many saints from various places was organised. At the beginning of the event, saints were received with garlands and bouquet.
Sadguru Shree Gnanjivandasji Swami from Kundal had delivered the discourse and blessed the occasion describing various incidents based on Vachanamrut. He insisted the guests who were present as well as hundreds and thousands of devotees watching live on internet and TV channels across the world to come to this festival without miss as such kind of festival has never happened in the history of the Swaminarayan Sampraday.
So far 12 such kinds of Sunday discourses have already been organised to invite people to this upcoming festival. The uniqueness of this Sabha is that at each occasion a special invitation song composed by Pujya Gnanjivandasji Swami was launched. Everyone across the world are looking forward to the festival with big fanfare.
On this occasion Guruvarya Shastri Shree Madhavpriyadasji Swami mentioned that the Vachanamrut is the essence of all four Vedas, Bhagwat Gita, Brahmsutras and Upnishadas. He appreciated the efforts of Sadguru Shree Gnanjivandasji Swami of Kundal to take so much an effort to organise such kind of events every now and again.
Pujya Acharya Maharajshree was in London but still he blessed the occasion over the phone and invited everyone to the forthcoming festival.
Purani Shree Balakrishnandasji swami, Pujya Shree Satsangbhushan Swami and Asst Kothari of Vadtal Shree Santvallabhdasji swami also blessed the occasion and extended invitation to everyone in their own way.

જ્યાં ભગવાન સ્વામિનારાયણે પોતાના હસ્તે શ્રી લક્ષ્મીનારાયણ દેવ અને પોતાનું સ્વરુપ શ્રી હરિકૃષ્ણ મહારાજ પધરાવેલ છે તે તીર્થધામ વડતાલ ખાતે, આગામી કાર્તિકી પૂર્ણિમા સમૈયા પ્રસંગે, તા.૬-૧૧-૨૦૧૯ થી ૧૨-૧૧-૨૦૧૯ દરમ્યાન પ.પુ.ધ.ધુ.૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજના અધ્યક્ષ સ્થાને વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવવા તૈયારી થઇ રહી છે ત્યારે પૂજ્ય આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજની પ્રેરણા, શાસ્ત્રી માધવપ્રિયદાજી સ્વામી તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની સાનિધ્યમાં, પુરાણી શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી (કુંડળધામ)ના વક્તા પદે તથા સ્વામી શ્રી સત્સંગભૂષણદાસજી કણભા ગુરુકુલ, વડતાલ કોઠારી સંતવલ્લભદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં, SGVP શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ છારોડી ખાતે વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત રવિ વિરાટ સત્સંગ સભા-સત્સંગ મહાસંમેલન તા. ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૯ ના રોજ યોજાયું હતું. કાર્યક્રમની શરુઆતે તમામ સદગુરુ -વડિલ સંતો પધારતા તેઓશ્રીનું  હાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું.
કથા સ્થાને વિરાજમાન પુરાણી શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી (કુંડલ)એ  સભામાં ઉપસ્થિત તમામ હરિભકતોને જણાવ્યું હતું કે વચનામૃતતો સ્વામિનારાયણ સંપ્રદાયનો શિરમોડ ગ્રન્થ છે. તો ગતે તે કામ મુકીને પણ આગામી તા.૬-૧૧ થી ૧૨-૧૧ દરમ્યાન વડતાલ ખાતે યોજાઇ  રહેલ વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવમાં પધારવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે.
અત્યાર સુધીમાં બાર સત્સંગ સંમેલન યોજાઇ ગયા છે. ચારેબાજુ સંપ્રદાયમાં ઉત્સવનો થનગનાટ વધી ગયો છે.
શા.માધવપ્રિયદાસજી સ્વામીએ હાલો વડતાલનો નારો ગજાવી સૌ કોઇને વડતાલ પધારવા હાર્દિક આમંત્રણ પાઠવ્યું હતું. અને વચનામૃતનો મહિમા સમજાવતા જણાવ્યું હતું કે વચનામૃતમાં ભગવાન શ્રી સ્વામિનારાયણે વેદ, ઉપનિષદ, બ્રહ્મસુત્રો, શ્રીમદ્ ભગવત્ ગીતા, શ્રી ભાગવત વગેરે ગ્રન્થોનું રહસ્ય સુંદર રીતે સમજાવ્યું છે. અને સદગુરુ પુરાણી જ્ઞાનજીવનદાસજી સ્વામી સત્સંગ સંમેલનો યોજી સત્સંગીઓમાં જે જાગૃતિ લાવી રહ્યા છે તે સેવાને બિરદાવી હતી.

આ પ્રસંગે લંડન સત્સંગ વિચરણ કરતા વડતાલ પીઠધિપતિ પ.પુ.ધ.ધુ.૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજે આશીર્વાદ સાથે વડતાલ પધારવા આમંત્રણ પાઠવ્યું હતું. આ પ્રસંગે પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી, સ્વામી શ્રી સત્સંગભૂષણદાસજી અને વડતાલ કોઠારી ડો. શ્રી સંતવલ્લભદાસજી સ્વામીએ પ્રાસંગિક પ્રવચન કરી સૌને ઉત્સવમાં પધારવા આમંત્રણ આપ્યું હતું.

Achieved

Category

Tags