With the grace of Bhagwan Shree Swaminarayan, Sadguruvarya Shastri Shree Madhavpriyadasji Swami with Sant Mandal is on a Satsang Yatra of US.
New Jersey Airport 09 Aug 2014
Educational visit of USC, Aiken
અમેરિકાના વિચરણ દરમિયાન સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી અમેરિકામાં એકન ખાતેની સાઉથ કેરોલીના યુનિવર્સીટીની શૈક્ષણિક મુલાકાતે પધાર્યા હતા. SGVP ઇન્ટરનેશનલ સ્કુલ અને સાઉથ કેરોલીના યુનિવર્સીટી, એકન સાથે વર્ષોથી જોડાણ થયેલું છે. આ મુલાકાત દરમ્યાન જોડાણને આગામી પાંચ વર્ષ માટે રીન્યુ કરવામાં આવ્યું હતું.
Janmashtami Celebration USA,
Gurukul Parivar of America celebrated the festival of Janmashtami, the birthday of ‘Bhagwan Shree Krishna’ with religious values, gaiety and enthusiasm at OM Temple in Belleville, New Jersey. Sadguruvarya Shastri Shree Madhavpriyadasji Swami and Vadtal Dham’s Kothari Shree Nilkanth Swami and saints blessed the celebration with their presence. Pujya Swamiji explained the historical background of the birth of Bhagwan Shree Krishna and His importance in all Hindu Scriptures. The main objective of this festival was to inculcate the religious values among the people and also was embodiment of love and brotherhood. All the saints and devotees played Raas.
Famous neurologist Dr. Dhaduk inspired all. Famous singer Shree Vinod Patel sung Bhajans.The tireless services of men & women volunteers of the group made the event memorable.
Satsang Sadhana Shibir, Pocono 21-24 Aug 2014
SGVP Gurukul Parivar of USA conducted a Satsung Sadhna Shibir during August 21 to 24, 2014 at Pocono, PA at Birenbhai Sardhara’s summer Vacation home. Under the guidance of Sadguruvarya Shastri Shree Madhavpriyadas Swami, Saints and devotees created a trance environment at the Shibir with Bhajan kirtan, Meditation, religious discourses on Purushotamprakash granth.
Satsang Sadhana Shibir, Richmond 29-31 Aug 2014
એસજીવીપી ગુરુકુલ પરિવાર યુએસએ દ્વારા સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીના સાનિધ્યમાં રીચમંડ ખાતે શ્રીરાજેશભાઇ લાખાણીની ડેઇઝીન હોટેલમાં સત્સંગ સાધના શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
ડલાસ સત્સંગ વિચરણ ૧૪ સપ્ટેમ્બર ૨૦૧૪
અમેરિકાના મેરીલેન્ડ, ટેમ્પા, હોમોસાસા, ડીટ્રોઈટ, બ્રેડન્ટન, એટલાન્ટા વગેરે એરીયામાં વિચરણ કરતા કરતા સદ્ગુરુ શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી ડલાસ પધારતા ત્યાના ભાવિક ભક્તો શ્રી હીરાભાઈ સુતરીયા, શરદ કાબરીયા, એસપીસીએસ ડલાસના ખજાનચી અમીત રાજપરા બાબુભાઈ ધોરાજીયા, વીરજીભાઈ પાઘડાળ, સુરેશ કાથરોટીયા વગેરે ભક્તોએ ડલાસ એરપોર્ટ ઉપર પૂજ્ય સ્વામીજીનું ભાવપૂર્ણ સ્વાગત કર્યું હતું.
સાંજે અહીના સૌરાષ્ટ્ર સમાજના અગ્રણી ઉદ્યોગપતિ શ્રી હીરાભાઈ સુતરીયાને ત્યાં વિશેષ સ્વાગત સભા તથા સત્સંગ રાખવામાં આવ્યો હતો. જેમાં સારી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. યુવાપેઢીને લક્ષ્યમાં રાખીને સ્વામીશ્રીએ જણાવ્યું હતું કે વડિલોએ યુવાનોને અંડર એસ્ટીમેટ કરવાની કોશીશ ન કરવી જોઈએ. આજનું નવું જનરેશન આપણા કરતા વિશેષ જ્ઞાન વિજ્ઞાનથી ભરપૂર છે.
અમારું સાધુ સંતોનું કામ યુવાપેઢીની શક્તિઓને સાચી દિશામાં દોરવાનું છે. યુવાશક્તિ જો સાચી દિશામાં પ્રગતિ સાધે તો સમાજની કાયા પલટ કરી શકે તેમ છે. હીરાભાઈના સુપુત્ર ચિંતનનું ઉદાહરણ આપી સ્વામીશ્રીએ જણાવ્યું હતું કે આવા યુવાનો અમેરિકામાં ઉછર્યા છે, સર્વપ્રકારે સુખી છે, છતાં ગુજરાતના નાના નાના ગામડાઓમાં સેવા કરે છે. ગુજરાતના ગરીબ લોકોને સહાયતા કરે છે. ગુજરાતના ગામડાઓના દીકરા દીકરીઓના શિક્ષણની ચિંતા કરે છે.
વિશેષમાં સ્વાીમીશ્રીએ જણાવ્યું હતું કે યુવાનોના જીવન દીપક અને અગરબત્તી જેવા હોવા જોઈએ. દીવો જ્ઞાન વિજ્ઞાનનું પ્રતીક છે, અગરબત્તિ સત્કર્મોની સુંગધનું પ્રતીક છે.
ભલે યુવાનો સારાં કપડાં પહેરે, સારી રીતે રહે, પણ એ ન ભૂલે કે સત્કર્મો અને સદ્ગુણો જીવનનો સાચો શણગાર છે.
સ્વામીશ્રીના સત્સંગનો લાભ લેવા માટે સમસ્ત બાધી પરિવાર ઉપરાંત ડૉ. શામજીભાઈ, ધીરૂભાઈ, નાગજીભાઈ, કાનજીભાઈ, હસમુખભાઈ સાવલીયા, અનિલભાઈ તથા બીપીન રામોલીયા, બાલુભાઈ રામોલીયા, નટુભાઈ રાજપરા, વિઠ્ઠલભાઈ દીયોરા, અતુલભાઈ પટેલ, કે.બી. સાવલીયા, વિરેનભાઈ બલ્લર, અશોક કોટડીયા, કેલીફોર્નીયાથી મહેન્દ્ર સાવલીયા તથા અનેક ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
ડલાસમાં અલગ અલગ સ્થળોએ ભાવિક ભક્તોએ પૂજ્ય સ્વામીજીના સત્સંગનો લાભ લીધો હતો. તથા ગ્રાન્ડ પેરી શ્રી સ્વામિનારાયણ મંદિર ISSV ખાતે સ્વામીશ્રીનું પ્રવચન રાખવામાં આવ્યું હતું.
ડલાસ સત્સંગ વિચરણ ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૪
અમેરિકા સત્સંગ યાત્રા દરમ્યાન સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી સંત મંડળ સાથે આટલાન્ટા વગેરે એરિયામાં વિચરણ કરતાં કરતાં ડલાસ પધાર્યા હતાં અહી સમસ્ત બાધીવાલા પરિવાર તથા અમિતભાઇ રાજપરા પરિવાર તરફથી સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સારી સંખ્યામાં ભકતોએ ભાગ લીધો હતો. ઉપરાંત ડલાસ ખાતેના શ્રી સ્વામિનારાયણ મંદિર, ગ્રાન્ડ પેરી (ISSV) ખાતે પૂજ્ય સ્વામીનું પ્રવચન યોજવામાં આવ્યું હતું.
પૂજ્ય સ્વામીશ્રીએ પોતાના પ્રવચનમાં સાયન્સ અને ટેકનોલોજીની સાથે સાથે સત્સંગનું મહત્વ સમજાવ્યું હતું. અને ધાર્મિક સંવાદિતા ઉપર ભાર મૂક્યો હતો.
તેઓશ્રીએ જણાવ્યું હતું કે બધા જ પંથો આખરે એકજ પરમ તત્ત્વ તરફ દોરે છે. ઉપાસક પદ્ધત્તિઓમાં ફરક હોઇ શકે પરંતુ આંતરિક સિદ્ધાંતોમાં લગભગ સમાતનતા છે. દરેકે બીજાની ઉપાસના પદ્ધત્તિ પ્રત્યે આદર સેવવો જોઈએ.
પૂજ્ય સ્વામીજીના ડલાસ મંદિર આગમન પ્રસંગે મંદિરના પ્રમુખ શ્રી ભરતભાઇ પટેલ, ડૉ. રાજેશભાઇ, કમિટિના સભ્યો શ્રી ભરતભાઇ પટેલ (માણામોરા), જીતુભાઇ પુરાણી, અમરેલીથી આવેલ કિરીટભાઇ પટેલ, વિનુભાઇ શેલડીયા, વગેરે ભકતજનોએ સ્વામીજીનું ભાવભર્યું સ્વાગત કર્યુ હતું.
મંદિરના સ્થાનિક સંતો શ્રી હરિપ્રસાદદાસજી સ્વામી, શ્રી નિર્લેપદાસજી સ્વામીએ પણ પૂ.સ્વામીજીનો ભાવથી સત્કાર કર્યો હતો. અક્ષર નિવાસી શ્રી ચંદુભાઇ સોનીના સંબંધી સોની પરિવાર, શ્રી કૌશિકભાઇ અમીન, શ્રી અમિતભાઈ અમીન વગેરે ભકતોએ રવિ સત્સંગ સભામાં તથા આયોજનમાં ઉત્સાહથી ભાગ લીધો હતો.
શ્રી ભરતભાઇ પટેલે સમસ્ત સત્સંગ સમાજવતી આનંદ અને આભાર વ્યકત કરતા કહ્યું કે હિન્દુ ધર્મના ધર્માંચાર્યોમાં જેમનું મોખરાનું સ્થાન છે એવા પૂજ્ય સ્વામીજીના સીધા સદા સરળ જીવનલક્ષી પ્રવચનનો સર્વને લાભ મળ્યો છે.
ડૉ. રાજેશભાઇ પટેલે મંદિર દ્વારા મેડિકલ કેમ્પ યોજાય છે તેની માહિતી આપી હતી. તે જાણીને પૂજ્ય સ્વામીજીએ અત્યંત આનંદની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આપણા દરેક મંદિરો સાથે શિક્ષણ, આરોગ્ય અને ગાયોની સેવા જોડાયેલી હશે તો મંદિરો વિશેષ શોભી ઉઠશે. ગ્રાન્ડપેરી શ્રી સ્વામિનારાયણ મંદિર, સત્સંગની સાથે સમાજના આરોગ્યની ચિંતા કરે છે તેથી અત્યંત હર્ષ થાય છે.
કાર્યક્રમને અંતે તમામ હરિભકતો માટે પ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. મંદિરના ભાઈ બહેનોએ તમામ સેવા ઉત્સાહથી ઉપાડી લીધી હતી.
પૂજ્ય સ્વામીશ્રીની સાથે સત્સંગ યાત્રામાં ન્યુજર્સીથી સૌરાષ્ટ્ર પટેલ કલ્ચરલ સમાજ, ન્યુ જર્સીના ટ્રસ્ટી શ્રી વીરજીભાઇ પાઘડાળ પણ જોડાયા હતા.
Savannah Satsang 17-18-19 Sep, 2014
અમેરિકા ખાતે વિચિરણ કરતા કરતા સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી સંતમંડળ સાથે સવાના પધાર્યા હતા. અહિ શ્રી મહેન્દ્રભાઈ પટેલ તથા તેમના સુપુત્રો નિખીલ તથા ગૌરવ વગેરે પરિવારજનોના યજમાન પદે ત્રિદિવસીય સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ પંથોના ઉત્સાહી ભાઈ બહેનોએ ભારે રસપૂર્વક ભાગ લીધો હતો. નવરાત્રી નજીક હોવાથી સ્વામીશ્રીએ ગરબાનું મહત્વ સમજાવતા કહ્યું હતું કે મૂળ શબ્દ ગર્ભદિપ છે. ગર્ભદિપ ઉપરથી ગરબો શબ્દ બન્યો છે. કાચીમાટીની છીદ્રવાળી માટલીમાં દીવડો પ્રગટાવવામાં આવે છે. તેને ગરબો કહેવાય છે.
ગરબો શરીર છે. દિવડો ઉર્જા છે. આદ્યશક્તિ ઉર્જાની અધિષ્ઠાત્રી દેવી છે. નવરાત્રીનું પર્વ શકિત અને ભક્તિનો સંગમ છે. ભાગવતજીમાં આદ્યશક્તિને ભગવાનની યોગમાયા તરીકે વર્ણવેલા છે. આ પવિત્ર પર્વમાં દારૂ અને માંસના ભોગની વિકૃતિઓ પેસેલી હતી. ભગવાન શ્રી સ્વામિનારાયણે એ વિકૃતિઓને દુર કરી આ પર્વને પુન: પવિત્રતા બક્ષી હતી.
નવરાત્રિનું પર્વ માતાજીની આમાન્યા રહે એ રીતે ઉજવવુ જોઈએ, ઉત્શૃંખલતાથી નહી.
સ્વામીશ્રીના પ્રવચનથી ભાવિક ભક્તજનો ખૂબ જ રાજી થયા હતા અને આવા પવિત્ર સંતના મુખેથી કથા શ્રવણ કરાવવા બદલ યજમાન પરિવારનો આભાર માન્યો હતો.
શ્રી જે ડી પટેલ, રશ્મિભાઈ પટેલ, હરિભાઈ પટેલ, પંકજભાઈ રોય, પ્રકાશભાઈ પટેલ, રાજૂભાઈ પટેલ તથા વ્રજેશભાઈ પોલ વગેરે ભક્તજનોએ તથા સેવાભાવિ સ્વયંસેવક ભાઈ બહેનોએ આ પ્રસંગને ઉત્સાહથી સફળ કર્યો હતો.
શારલોટ સત્સંગ
સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી સંતમંડળ સાથે અમેરિકાના વિવિધ વિસ્તારમાં વિચરણ કરતાં શારલોટ પધારતા હિન્દુ ટેમ્પલ વિહાર ભવનના વિશાળ હોલમાં, શાંતિનિકેતન સિનીયર સીટીજન તથા શ્રી સ્વામિનારાયણ સત્સંગ મંડળ દ્વારા સ્વાગત બાદ શારલોટ ખાતે ઘણા સમયથી ગુજરાતી સમાજની સ્થાપનાની જરૂરિયાત હોવાથી પૂજ્ય સ્વામીજીના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ગુજરાતી સમાજની વિધિવત જાહેરાત કરી હતી.
આ પ્રસંગે શ્રી રોડની મોર (નોર્થ કેરોલિના સ્ટેટ એમ્બેસીના મેમ્બર), શ્રી જ્હોન ઓટ્રી (સીટી કાઉન્સીલ મેમ્બર), શ્રીયુસુફ (હાવર્ડ ઇમીગ્રેશન ઓફિસર), શાંતિનિકેતન તથા એશિયન ચેમ્બર્સના પ્રમુખ શ્રી નિમીષ ભટ્ટ, હિન્દુ સેન્ટરના પ્રમુખ શ્રી હેમન્તભાઇ અમીન, શ્રી સ્વામિનારાયણ મંદિરના પ્રમુખ રમેશભાઇ પટેલ વગેરે સ્વામીજી સાથે જોડાયા હતા. ત્યારબાદ આ સમસ્ત આયોજનનું સંકલન કરનાર તેમજ સુત્રધાર શ્રી નિમીશ ભટ્ટે સર્વને ભાવથી આવકાર્યા હતા અને ઉપસ્થિત અમેરિકન મિત્રોનું સ્વામીજીના હાથ બહુમાન કરવામાં આવ્યું હતું. અને ટોપીવાલા તરફથી દરેકને ભગવત ગીતાજીનું પુસ્તક ભેટ અર્પણ કરવામાં આવ્યું હતું. તેમજ થોડા સમયમાં જ શાંતિનિકતન સિનીયર સીટીજન સેન્ટરનું ભવ્ય સંકુલ તૈયાર થઇ જશે તે અંગેનું પ્રેઝન્ટેશન નિખીલભાઇ ભટ્ટે રજૂ કર્યું હતું. આ સભામાં સ્થાનિક સત્સંગીઓ, હિન્દુ ભાવિકો ઉપરાંત મુસ્લિમ તથા ખ્રિસ્તી સમુદાયના પ્રતિનિધિઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પૂજ્ય સ્વામીજીએ પોતાના પ્રવચનમાં હિન્દુધર્મની પ્રાચીનતા, વૈજ્ઞાનિકતા અને વિવિધતામાં એકતાનું તર્કબદ્ધ રીતે પ્રતિપાદન કર્યું હતું. ઉપસ્થિત સમુદાએ વારંવાર તાળીના ગડગડાટથી સ્વામીજીના પ્રવચનને વધાવી લીધું હતું.
ગુજરાતી સમાજ અંગે સ્વામીજીએ ગુજરાતનો ગૌરવવંતો ઇતિહાસ રજુ કરતા જણાવ્યું હતુ કે ગાંધીજી જેવા યુગપુરૂષ, સરદાર વલ્લભભાઇ જેવા સિંહ પુરૂષ, કનૈયાલાલ મુનશી જેવા સાહિત્યકાર, ઝવેરચંદ મેઘાણી, વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી વગેરેને ગુજરાતી સમાજ ક્યારેય ભૂલી શકશે નહીં. સરદાર પટેલ અખંડ ભારતના નિર્માતા હતા. અને ગુજરાતીઓ એક સુત્રતાએ બંધાયેલા રહે તેમજ દરેક ગુજરાતી ગુજરાતની આગવી સંસ્કૃતિ અને સંસ્કારને જાળવી રાખે સાથે સાથે મહાન ભારતના નિર્માણમાં પોતાનું યોગદાન આપે. ગુજરાત સમૃદ્ધિનું કેન્દ્ર તો છે પણ સાથે સંસ્કારનું પણ કેન્દ્ર છે તે ભૂલવું ન જોઇએ. વિદેશની ધરતીમાં પણ આ સંસ્કારો જળવાઇ રહે તે આપણે સૌને જોવાનું છે.
નિમીશભાઇ ભટ્ટની નિશ્રામાં શ્રી શાંતિનિકેતન સીનિયર સીટીજન સેન્ટર જે તૈયાર થઇ રહેલ છે અને સાથે સાથે વિશાલ હિન્દુ ટેમ્પલ પણ તૈયાર થઇ રહેલ છે તે અંગે પૂજ્ય સ્વામીજીએ મંગળ કામના વ્યકત કરી હતી. અને જણાવ્યું હતું કે મંદિરમાં સુંદર ગ્રન્થાલય બને અને તેમાં હિન્દુધર્મના શ્રેષ્ઠ પુસ્તકો પણ વસાવાય. આ પવિત્ર કાર્યમાં સૌ પોતપોતાનું આર્થિક યોગદાન આપે. શ્રોતાજનો તરફથી પૂજ્ય સ્વામીજીની અપીલને સારો પ્રતિસાદ મળ્યો હતો.
આ પ્રસંગે શાંતિનિકેતનના મુળ સ્થાપક અને પ્રેરક શ્રી બાબુભાઇ પટેલ, કમિટી મેમ્બર્સ અંબાલાલ પટેલ, વિઠ્ઠલભાઇ પટેલ, જશભાઇ પટેલ, ધીરૂભાઇ પટેલ, ડો.નિમીશભાઇ પટેલ, કાંતિભાઇ પટેલ, રાહુલ સુથાર, મિતેશ ગાંધી, પ્રથમેશ શાહ, સંજય સાવલિયા, ભાવનગર ભૂ.પૂ.મેયરશ્રી રમણિકલાલ પટેલ, માધવજીભાઇ ગજેરા, કિરીટભાઇ સતાસિયા વગેરે જૈન તેમજ વૈશ્નવભાઇઓએ પૂજ્ય સ્વામીજીનું હાર્દિક સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ભારતના પ્રખ્યાત ફોટોગ્રાફર મુકેશભાઇ આચાર્ય ખાસ ઉપસ્થિત રહ્યા હતા. એમના દ્વારા લેવાયેલ ગીરના જંગલ અને સિંહોના ફોટાનું પ્રદર્શન ગોઠવ્યું હતું. જે સર્વના દિલને સ્પર્શી ગયું હતું. આ આયોજનમાં નોર્થ કેરોલીના યુનિવર્સીટીના હિન્દુ ગ્રુપના યુવાનોએ ઉત્સાહપૂર્વક સેવા બજાવી હતી.
http://www.akilanews.com/06102014/gujarat-news/1412065747-24561
ન્યુજર્સી સત્સંગ
સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી સંતમંડળ સાથે અમેરિકાના વિવિધ વિસ્તારમાં વિચરણ કરતા રાલે પધારતા અહિંના શ્રી હિંમતભાઈ, મોહનભાઈ, કાનજીભાઈ, નિરજભાઈ જોશી, જયમીનભાઈ ગોરસીયા વગેરેએ સંતોનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું. રાલેમાં સત્સંગ સભા કરી પૂજ્ય સ્વામીજી ડોવર ખાતે સુપ્રસિધ્ધ ડોક્ટર નટુભાઈ રામાણીને ત્યાં પધારતા રામાણી પરિવારે ભાવભર્યું સ્વાગત કરી સત્સંગ પ્રવચનનો લાભ લીધો હતો.
ત્યાર બાદ સાલીસબરી પધારતાં ડો. જયભાઈ હરખાણી તથા સંદીપભાઈ ધોરાજીયાના યજમાન પદે સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ બહેનોએ ભાગ લીધો હતો. ત્યારબાદ ન્યુજર્સી ખાતે અમિતભાઈ તથા પ્રદિપભાઈ કાબરીયા સંચાલિત ‘માય હોમ’ ખાતે સિનિયર સીટીઝન સાથે વાર્તાલાપ કર્યો હતો. આજ દિવસે નવરાત્રી હોવાથી પૂજ્ય સ્વામીજીએ જણાવ્યું હતું કે પ્રત્યેક ચેતનમાં પરમાત્માની શક્તિ બિરાજે છે. શકિત હંમેશા શિવ સાથે જોડાયેલ રહે છે. શિવ મંગળકારી છે, શક્તિ સર્જનકારી છે, શક્તિ અસુરોનો સંહાર પણ કરે છે. મોટામાં મોટા મહિષાસુરો માનવના મનમાં છે. આ શક્તિપર્વ મનનાં મહિષાસુરોને મારવા માટે છે.
ત્યારબાદ સાંજના સમયે ગિરીશભાઈ પાઘડાળના યજમાન પદે સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમેરીકા ખાતેના અકિલા દૈનિકના પ્રતિનિધિ શ્રી સુરેશભાઈ જાની તથા શ્રી દીપ્તિબેન જાની અનેકવિધ કાર્યક્રમમાં વ્યસ્ત હોવા છતાં ઉપસ્થિત રહ્યા હતાં. અકિલાના માલિક શ્રી આદરણીય કિરીટભાઈ ગણાત્રા તથા નિમિશભાઈને યાદ કરી અકિલાની આગવી વિશિષ્ટતા જણાવી હતી અને કહ્યું હતું કે અકિલાનું સુત્ર છે ‘સવારે ચા અને સાંજે અકિલા’ આ સુત્ર સાર્થક છે. અમેરિકામાં વસતાં તમામ ભારતીય ભાઈ-બહેનોને અકિલાનું વ્યસન થઈ ગયું છે. તમામ લોકો અકિલાને પોતાના પરિવારનું સમાચાર પત્ર માને છે.
પૂજ્ય સ્વામીજીએ તથા એસજીવીપી ગુરુકુલ પરિવારના સભ્યોએ સુરેશભાઈ જાનીનું તથા બહેનો વિભાગમાં દિપ્તીબહેન જાનીનું શાલ ઓઢાડી બહુમાન કર્યુ હતું. જાણીતા ન્યુરોલોજીસ્ટ ડો. ધડુક સાહેબે તથા જયભાઈ ધડુકે પ્રાસંગિક મંગલ પ્રવચન કર્યું હતું. વિરજીભાઈ પાઘડાળે અમેરિકા વિચરણનો સમગ્ર અહેવાલ રજુ કર્યો હતો.
સ્વામીજીની આ સમગ્ર યાત્રા શ્રી ધર્મજીવન મિશન ટ્રસ્ટ એસજીવીપી ગુરુકુલ પરિવાર યુએસએના ઉપક્રમે યોજાઈ હતી. આ યાત્રાને સફળ કરવામાં ઠેર-ઠેર ભાઈ-બહેનોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.
Picture Gallery