Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Operated By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Umargam Khatmuhurt – 2020

Photo Gallery

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપીની નૂતન શાખા શ્રી સ્વામિનારાયણ સનાનત મંદિર, ઉમરગામ નો શિલાન્યાસ વિધિ, મુંબઇ નિવાસી ગિરનાર ચા વાળા વેણી પરિવારના શ્રી દિનેશભાઇ વેણી, શ્રી હરીન્દ્રભાઇ વેણીના સૌજન્યથી, ગુરુવર્ય  શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના વરદ હસ્તે વૈદિક વિધિ સાથે તા. ૦૧ ફેબ્રુઆરી, ૨૦૨૦ ના રોજ સંપન્ન થયો.

આ પ્રસંગે સ્વામી શ્રી માધવપ્રિયદાસજીએ જણાવ્યું હતું કે, આ કેન્દ્ર સનાતન ધર્મના સમન્વયરુપ છે. આ મંદિરમાં શ્રીરાધાકૃષ્ણદેવ, શ્રીસીતારામ ભગવાન, શ્રીનાથજી બાવા, શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી શિવપાર્વતી, શ્રી ગણેશજી, શ્રી હનુમાનજી  વગેરે દેવો બિરાજશે.
સમગ્ર વેણી પરિવારે આ પવિત્ર કાર્ય માટે આ  ભૂમિદાન કરેલ છે એ માટે એને ધન્યવાદ ઘટે છે.
અહીં નાઘેર મંડળના અનેક વાનપ્રસ્થી ભકતો વસશે. એમના માટે આ કેન્દ્ર શાંતિદાયક બનશે. વળી સત્સંગ શિબિરો દ્વારા આસપાસના દહાણુ, વાપી, વલસાડ, વગેરે ગામોને સત્સંગનો સારો લાભ મળશે.
આ પ્રસંગે સમગ્ર વેણી પરિવાર તથા ધર્મેન્દ્રભાઇ ગાંધી, ભરતભાઇ ગાંધી, કીર્તિભાઇ રાણા તેમજ મુંબઇ વાપી, દહાણુ, સેલવાસ વગેરે સ્થાનોએથી હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

Achieved

Category

Tags