With the grace of Bhagwan Shree Swaminarayan, Sadguruvarya Shastri Shree Madhavpriyadasji Swami with Sant Mandal is on a Satsang Yatra of United Kingdom.
Pujya Saints also visiting Oldham, Bolton, Cardiff, Cambridge, Leicester, Southend-on Sea & Canvey Island.
Contacts : Sant Mandal on +44 779 353 1382 Govindbhai Patel (Kerai): 0783 109 2042, Ravjibhai (Kanti) Hirani: 0796 035 9999, Govindbhai Raghvani: 0795 822 6807
Interfaith water blessing ceremony 17 July 2014 London
લંડન પાર્લામેન્ટ ભવનમાં હાઉસ ઓફ કોમન્સ ખાતે થેમ્સ નદીને કિનારે પરમાર્થ નિકેતનઋિષકેશના અધ્યક્ષ શ્રી સ્વામી શ્રીચિદાનંદ સરસ્વતીજી (મુનિજી મહારાજ), સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા ઈંગ્લેન્ડના નવ ધર્મોના અગ્રણી ધર્મગુરુઓની મંગલ ઉપસ્થિતિમાં બ્રિટીશ ઈતિહાસમાં પ્રથમવાર ઈન્ટરફેઈથ વોટર બ્લેસીંગ્સનો ઐતિહાસિક પ્રસંગ ઉજવાયો.
આ અતિ પ્રાચીન થેમ્સ નદીને કિનારે આ ધર્મગુરુઓએ સંયુક્ત રીતે વિશ્વને અપીલ કરી કે, વિશ્વના દરેક માણસને પ્રદુષણરહિત પુરતું પાણી મળી રહે તે જરૂરી છે. પ્રદુષિત પાણીને લીધે લાખો લોકોના જીવન જોખમમાં મુકાઈ રહ્યા છે, તે અંગે વિવિશ્વએ જાગૃત થવાની જરૂર છે. આ કાર્યક્રમના મુખ્ય યજમાન પદે બ્રિટીશ પાર્લામેન્ટના માનનીય એમ.પી. કિથ વાઝ અને અ.નિ. અરજણભાઈ વેકરીયાની સ્મૃતિમાં વાસ્ક્રોફટ પરિવાર હતો.
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ પરિવાર – યુ.કે. અને ગંગા એક્શન પરિવાર – ઋષિકેશ દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો. અક્ષરનિવાસી અરજણભાઈ વેકરીયાની સ્મૃતિમાં એક મિનિટ મૌન રાખવામાં આવ્યું હતું. માનનીય એમ.પી. કિથ વાઝે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, જીવન માટે અત્યંત ઉપયોગી જળની સુરક્ષાનો અવસર પાકી ચુક્યો છે. શુદ્ધ જળ પ્રાપ્ત કરવું એ મનુષ્યનો જન્મ સિદ્ધ અધિકાર છે. પરમાત્માએ કોઈ પક્ષપાત વગર બધાને પાણી આપ્યું છે, છતાં આજે લાખો માણસો પાણી વિના વલખા મારે છે. તો સામે પાણીનો અતિશય બગાડ થઈ રહ્યો છે. આ સંદર્ભમાં ઈન્ટરફેઈથ વોટર-બ્લેસીંગ્સનો પ્રોગ્રામ યોજવામાં આવ્યો. તેના યજમાન તરીકે ૩૬૦ એમપી માંથી મને યજમાન બનવાનો અવસર આપ્યો, તેનાથી હું મારી જાતને ભાગ્યશાળી માનું છું. નવ નવ ધર્મના ધર્મગુરુઓ અહીં ઉપસ્થિત રહ્યા તેથી આ સ્થળ સર્વધર્મ સમભાવનું મંદિર થયું હોય એવું લાગે છે.
સ્વામી શ્રી ચિદાનંદ સરસ્વતીજી મહારાજે (મુનિજી મહારાજ) જણાવ્યું હતું કે, પાણી ફક્ત ખેતરોમાં સિંચાયા કરે એટલા પુરતું જ નથી, પરંતુ પાણી તો આપણું જીવન અને હૃદય છે. ભારતીય સંસ્કૃતિમાં પાણીને દેવતા માનવામાં આવે છે. પાણીને પ્રદુષિત કરવું કે બગાડવું એ દેવતાનું અપમાન છે. થેમ્સને કિનારે યોજાએલો આ પ્રોગ્રામ તો હજુ શરૂઆત છે, ઘણું કામ કરવાનું બાકી છે. સ્વામીશ્રીએ કાર્યકર્તાઓને અભિનંદન આપ્યા હતા.
સ્વામી શ્રી માધવપ્રિયદાસજીએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ પાણી પ્રત્યે આપણો આદર અને જવાબદારી વ્યક્ત કરવા માટે છે. જળ એ જીવન છે. જળ પવિત્રતા અને પ્રેમનું પ્રતિક છે. પાણી લોખંડ, સીમેન્ટ, કાંકરી અને રેતીને એકરસ કરી મજબુત બાંધકામ કરે છે એ જ રીતે ધર્મનું કામ પરસ્પર સમન્વય સાધવાનું છે. જો ધર્મનો દુરુપયોગ થાય તો પાણી જેમ ભયંકર પૂરરૂપે આફત સર્જે છે તેમ ધર્મ પણ વિનાશક બની જાય છે, જે હાલ આપણે દુનિયામાં જોઈ રહ્યા છીએ.
આ થેમ્સ નદીનો કિનારો અને હાઉસ ઓફ કોમન્સ વિશ્વની લોકશાહીનું ઉદ્ગમ સ્થળ છે. અહીંથી ધર્મગુરુઓએ વ્યક્ત કરેલો સંદેશ સમસ્ત વિશ્વમાં પહોંચશે. આપણે બધાએ આપણી નદીઓ પવિત્ર અને સ્વચ્છ રહે, પાણીના એક એક ટીપાનો સદુપયોગ થાય એ માટે સતત પ્રયત્નશીલ રહેવું પડશે.
આ પ્રસંગે ભાઈ શ્રી મહેન્દ્રસિંહ (ગુરુનાનક સેવક જથ્થા, બર્મિંગબામ), ડૉ. ઋસી દલાલ (પારસી ધર્મ અગ્રણી), પ્રિન્સ મોહસીન અલી ખાન (મુસ્લીમ અગ્રણી), રેવરન્ડ રોઝ હડસન (હાઉસ ઓફ કોમન્સ સ્પીકર્સ ચેપલીન), નટુભાઈ શાહ (જૈન ધર્મના અગ્રણી), રેવરન્ડ માર્ક પોલસન (ખ્રિસ્તી ધર્મના અગ્રણી), ડૉ. હન્દુ મહીન્દા નાયક (બુદ્ધિસ્ટ અગ્રણી) તથા આ કાર્યક્રમ પ્રસંગે અમેરીકાથી ખાસ ઉપસ્થિત સુપ્રસિદ્ધ ન્યુરોલોજીસ્ટ ડૉ. ધડુક વગેરેએ પ્રેરણાત્મક મંગલ ઉદ્બોધનો કર્યા હતા.
ત્યારબાદ પ્રતિક સ્વરૂપે તૈયાર કરેલ પૃથ્વીના ગોળા ઉપર તમામ ધાર્મિક અગ્રણીઓએ વેદમંત્રોના ગાન સાથે અભિષેક કર્યો હતો અને થેમ્સ નદીમાં એ જળ પધરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે વાતાવરણ અત્યંત ભાવપૂર્ણ બન્યું હતું.
અંતમાં તાજેતરમાં યુક્રેન ખાતે તોડી પાડવામાં આવેલ મલેશિયન એર-લાઈનના પ્લેનમાં માર્યા ગયેલા તમામ વ્યક્તિઓના આત્માઓ માટે શાંતિ પ્રાર્થના કરી મૌન રાખવામાં આવ્યું હતું. આ પ્રસંગે બ્રિટીશ પાર્લામેન્ટના સભ્યો, રોયલ ફેમિલી ઓફ ઈંગ્લેન્ડના પ્રતિનિધિઓ તથા જાણીતા ઉદ્યોગપતિઓ તેમજ આફ્રિકા અને અમેરીકા વગેરે દેશોમાંથી પધારેલા વિશિષ્ટ મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
વિવિધ ધાર્મિક તેમજ સામાજીક સંસ્થાઓના અગ્રણીઓ – ડિવાઈન શક્તિ ફાઉન્ડેશનના અધ્યક્ષ સાધ્વી ભગવતીજી, જેમ્સ હોર્ટોન (પીઆરબીએ), લાઈક ટીડનેમ (આરબીએ), સ્ટુર્જીસ ટ્રેવોર, રવિન્દેર કાલસી, જૈમિનીબેન (બ્રહ્માકુમારી), મહેન્દ્રભાઇ જાડેજા, અસીફ ખાન (એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર યુબીએસ), ગૌરી પ્રભુ (મંદિર, વોટફોર્ડ), અરૂણ ઠાકુર (એનસીએચટી), કિરણ બાલી (ચીફ રબાઈના પ્રતિનિધી), ડૉ. મહેન્દોઈ બિદોઈ (મહારાષ્ટ્રીયન સમાજ), મોન્ટી (નેપાલ સમાજ), નરેન્દ્રભાઇ ઠકરાર (સનાતન મંદિર, વેમ્બલી), ઉમેશચન્દ્ર શર્મા (શ્રી રામ મંદિર, સાઉથોલ), સુદર્શન કુમાર ભાટીયા (વિશ્વ હિંદુ મંદિર, સાઉથોલ), રશ્મિભાઈ ચત્વાની (શ્રી જલારામ મંદિર, ગ્રીનફોર્ડ), અમીત અગ્રવાલ (આર્ટ ઓફ લીવીંગ ફાઉન્ડેશન, યુકે), ડૉ. નટુભાઈ શાહ (જૈન સેન્ટર, લંડન), તૃપ્તિબેન પટેલ (સનાતન મંદિર, બોલ્ટન), રમણભાઈ બાર્બર (સનાતન મંદિર, લેસ્ટર), માવજીભાઈ ધનજી વેકરીયા (પ્રમુખશ્રી, એસકેએલપીસીયુકે), શામજીભાઈ વેકરીયા (પ્રમુખશ્રી, એસકેએસ ટેમ્પલ, ઈસ્ટ લંડન), શેર અલ્લી લાખાણી (આગાખાન અગ્રણી), ભરતભાઈ શાહ (સીગ્મા ફાર્મસી), કે. વરસાણી(આફ્રિકા), રામજીભાઈ વેકરીયા (નાઈરોબી), પ્રવિણ બવાડીયા (અમદાવાદ), કરશનભાઈ પટેલ (અમદાવાદ) વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમને અંતે અ.નિ. શ્રી અરજણભાઈ વેકરીયા પરિવાર તરફથી શશીભાઈ વેકરીયા, પન્ના વેકરીયા, ચાંદની વેકરીયા, ખ્યાતિ વેકરીયા વગેરેએ સર્વનો આભાર માન્યો હતો.
હિંદુ ફોરમના અધ્યક્ષ શ્રી હરિભાઈ પટેલ, ગુરુકુલ પરિવારના શ્રી ગોવિંદભાઈ પટેલ તથા હિંદુ ટુડેના તંત્રી શ્રી પ્રદિપજી વગેરેએ સંકલન કાર્યમાં મહત્ત્વપૂર્ણ સેવા બજાવી હતી.
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ પરિવાર-યુકેના ભાઈ-બહેનોએ આ કાર્યક્રમને સફળ કરવા માટે ઉત્સાહથી સેવા બજાવી હતી.
Shrimad Bhagvad Geeta Discourses
Discourses on Bhagwat Geeta was organised at Shree Kutch Leva Patel Community Center (SKLPC), Northholt during July 21-24, 2014.
Sadguruvarya Shastri Shree Madhavpriyadasji Swami explained the various topics of Bhagwat Geeta eruditely.
H.H Satchidanand Swamiji (Pujya Muniji) from Parmarth Niketan, Rushikesh also has graced the event with their holy presence and blessings.
Devotees from London and surroundings participated in discourses. Volunteers of Gurukul Parivar – UK have arranged the entire event successfully.
Hindu Lifestyle Seminar 25 to 27 July 2014
Hindu Lifestyle Seminar was organised by Gurukul Parivar UK, in the holy presence of Pujya Purani Swami Shree Bhaktiprakashdasji Swami, under the guidance of Sadguruvarya Shastri Shree Madhavpriyadasji Swami at Shree Kutch Leva Patel Community Center (SKLPC), Northholt during July 25-27, 2014.