Photo gallery
મેરી માટી મેરા દેશ : વૃક્ષારોપણ રીબડા રાજકોટ
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રીબડા-રાજકોટ ખાતે અધિક માસ દરમિયાન સમાજસેવાના અનેક આયોજનો કરવામાં આવ્યા છે. ગુરુવર્ય સ્વામી શ્રી માધવપ્રિયદાસજીની પ્રેરણા તથા પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન પ્રમાણે ગાયોને ઘાસચારો અર્પણ, ગામડાઓની શાળાઓમાં શિક્ષણ સહાય, વિદ્યાર્થીઓને અભ્યાસની કીટ અર્પણ, બ્રહ્મભોજન, નૂતન મંદિર નિર્માણ સહાય, મંદિરોના પૂજારીઓનું પૂજન, કીડિયારુ પૂરવું, તીર્થઓમાં વસતા સાધુ-સંતોને ભોજન, ચબુતરામાં ચણ અર્પણ જેવા વિવિધ આયોજનો એક માસ સુધી કરવામાં આવ્યા છે.
આ આયોજનો અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશભરમાં ચલાવવામાં આવેલી ‘મેરી માટી મેરા દેશ’ જુંબેશને ધ્યાનમાં રાખીને પૂજ્ય સ્વામીજીની પ્રેરણાથી વૃક્ષારોપણ તથા છોડ વિતરણનું આયોજન ખૂબ મોટા પાયે કરવામાં આવ્યું છે.
ગુરુકુલની આસપાસના ગામડાઓમાં નિવાસ કરતા ભક્તજનો તથા શાળાના વિદ્યાર્થીઓએ સાથે મળી ગામડાઓમાં, શાળાઓમાં, ખેતરોમાં, ગામલોકોના ઘરોમાં વગેરે જગ્યાઓએ ઠેર ઠેર વૃક્ષો વવાય તથા છોડમાં રણછોડની ભાવના જાગૃત થાય એના માટે પ્રેરણા આપવામાં આવી હતી. આ જુંબેશનો પ્રારંભ પૂજ્ય સ્વામીજીના હસ્તે ગુરુકુલના કેમ્પસમાં વૃક્ષોનું વાવેતર કરીને તથા લોકોને છોડ અર્પણ કરીને કરવામાં આવ્યો હતો.