Photo Gallery
અનૌપચારિક સંસ્કૃત પ્રશિક્ષણ શિબિર
શિક્ષણ મંત્રાલય ભારત સરકાર ન્યુ દિલ્હી માનીત રાષ્ટ્રીય સંસ્કૃત સંસ્થાન દ્વારા દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલય – SGVP ખાતે અનૌપચારિક સંસ્કૃત પ્રશિક્ષણ વર્ગોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારતના ૨૫ રાજ્યોના સંસ્કૃત વિષયના ૮૫ પ્રાધ્યાપકોને પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું.
તારીખ ૨૭ માર્ચ, ૨૦૨૩ના રોજ આયોજિત ઉદઘાટન સમારોહમાં પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી, કેન્દ્રીય વિશ્વવિદ્યાલય-ગાંધીનગરના કુલપતિ શ્રી રમાશંકર દૂબે, પ્રશિક્ષણ શિબિરના સંયોજક શ્રી રત્નમોહનજી ઝા, દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના નિર્દેશક શ્રી રામપ્રિયજી તથા આચાર્ય શ્રી અર્જુન શામલ ઉપસ્થિત રહ્યા હતા.
ઉદ્ઘાટન પ્રસંગે ડો. રમાશંકર દૂબેએ અનૌપચારિક સંસ્કૃત શિક્ષણની માહિતી આપી હતી અને સંસ્કૃત ભાષાનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે સંસ્કૃત ભાષા તો વિશ્વભરની ભાષાની જનની છે સંસ્કૃત ભાષા તો સંસ્કારની ભાષા છે. પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ ઉપસ્થિત પ્રાધ્યાપકો તથા પ્રશિક્ષણમાં ભાગ લઈ રહેલા શિક્ષકોનું કેમ્પસમાં સ્વાગત કરી શુભકામના પાઠવી હતી.
આ પ્રશિક્ષણમાં જોડાયેલા શિક્ષકોએ અગિયાર દિવસ સુધી SGVP- અમદાવાદના કેમ્પસમાં રહી પ્રશિક્ષણ મેળવ્યું હતું. પ્રશિક્ષણ આપવા માટે બેંગલોરથી ડો. વિશ્વાસ, પ્રો. વિજયપાસ શાસ્ત્રી, બનારસથી પ્રો. ગોપબંધુ મિશ્ર પ્રો. નિતીન આચાર્ય, ડો. રત્નમોહન ઝા વગેરે ઉપસ્થિત રહયા છે. તેમજ દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રધાનાચાર્ય શ્રી રામપ્રિયજી, શ્રી અર્જુનાચાર્યજી, દર્શનમ્ સંચાલક શ્રી યજ્ઞવલ્લભદાસજી સ્વામી વગેરે પણ આ પ્રશિક્ષણમાં જોડાયા હતા.