Photo Gallery
સામાન્ય રીતે નૂતન વર્ષે દરેક મંદિરોમાં ઠાકોરજીને અન્નકૂટ ધરાવવામાં આવે છે અને તેનો પ્રસાદ હરિભકત વગેરેને વહેચવામાં આવે છે.
મેમનગર શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં દરવરસે સીઝન પ્રમાણે ફલકુટોત્સવ, આમ્રકૂટોત્સવ, અન્નકૂટોત્સવ, વગેરે થાય છે ને તેનો પ્રસાદ ગરીબોને વહેંચવામાં આવે છે.
પવિત્ર ધનુર્માસની સુદ પક્ષની સફલા એકાદશીના પુનિત પર્વે ભગવાન શ્રી સ્વામિનારાયણ દ્વારા સ્વામિનારાયણ મહામંત્રનો ઉદધોષ કરવામાં આવ્યો હતો, સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્ય દિવસ નિમિતે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, અમદાવાદ (મેમનગર) ખાતે ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા, પૂજ્ય પુરાણી સ્વામી શ્રી ભકિતપ્રકાશદાસજી સ્વામીના આશીર્વાદ, પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન અને પૂજ્ય પુરાણી શ્રી હરિસ્વરુપદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં ૦૯ જાન્યુઆરી ૨૦૨૧ ના રોજ ઠાકોરજીની ૫૦૦૦ કિલો શેરડીનો ફળકૂટ ધરાવવામાં આવ્યો હતો. પૂજ્ય સ્વામીજીએ આરતી ઉતારી ફળકૂટના દર્શન ખુલ્લા મૂક્યા હતા.
તમામ શેરડી SGVP ગુરુકુલ, અમદાવાદ, રાજકોટ અને તેની આજુબાજુના ગામડાઓમાંથી હરિભકતો દ્વારા લાવવામાં આવી હતી.
પવિત્ર માગશર માસ એમાંય ઘનુર્માસ. આ માસ દરમ્યાન કરેલ જપ, તપ, વ્રત અને દાનપૂણ્યનું શાસ્ત્રોમાં ખૂબ જ ફળ દર્શાવ્યું છે.
ઠાકોરજીને ધરાવેલ ફળકૂટની તમામ શેરડી મકરસંક્રાન્તિના દિવસે પ્રસાદરુપે, ગુરુકુલના યુવક મંડળના સભ્યો દ્વારા અનાથાશ્રમો, નિરાધારો, ઝુંપડપટ્ટી વગેરે સ્થળોએ જરૂરિયાતમંદોને વહેંચવામાં આવી હતી.