Photo Gallery
શ્રી રામાનુજ સંપ્રદાયના આચાર્ય શ્રી ચિન્ના જીઅર સ્વામીના દ્રઢ સંકલ્પ તથા અથાક પ્રયત્નોના ફળસ્વરૂપે હૈદરાબાદ ખાતે શ્રી રામાનુજાચાર્યજીની સહસ્રાબ્ધિ નિમિત્તે ૧૦૮ ફૂટ (૨૭’કમળાકાર પીઠ+૫૪’ બેઠી મૂર્તિ+૨૭’ દંડ=૧૦૮’) ની મૂર્તિનું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું.
આ પ્રસંગે આયોજીત મહોત્સવ પ્રસંગે આચાર્ય શ્રી ચિન્ના જીઅર સ્વામીના નિમંત્રણથી હિન્દુ ધર્મ આચાર્ય સભાના સંતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પૂજ્ય શ્રી ચિન્ના જીઅર સ્વામીજીએ સ્વયં સૌ સંતોનું સ્વાગત કર્યું હતું અને યજ્ઞમાં પૂજન કરાવ્યું હતું.
સાથે સાથે આચાર્ય સભા સાથે અલગ બેઠક કરી હતી – અને પોતે જ સૌને આ મૂર્તિના દર્શન કરાવવા લઈ ગયા હતા તેમજ આખા પ્રકલ્પની વિગતો આપી હતી. આ પ્રસંગને આચાર્ય સભાના પ્રમુખ સંતોએ શોભાયમાન કર્યો હતો.
સાથે સાથે આયોજિત સંત સંમ્મેલનમાં (૧) સર્વ ધર્મ આદર (૨) પર્યાવરણ રક્ષા તથા પ્રાકૃતિક ખેતી (૩) શ્રી રામાનુજાચાર્યજીનું ધર્મ/ સંસ્કૃતિ/સમાજ વ્યવસ્થા સંરક્ષણમાં પ્રદાન (૪) હિંદુ કુટુંબ/સમાજ વ્યવસ્થા વગેરે વિષયો ઉપર અરસપરસ ચર્ચા થઈ હતી તથા મહાત્માઓ દ્વારા વિચારણીય સૂચનો કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ખાસ હિન્દુ ધર્મ આચાર્ય સભાના ગુજરાતના સંતો સ્વામી પરમાત્માનંદ સરસ્વતી, ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી, આચાર્ય શ્રી કૃષ્ણમણિજી, આચાર્ય અવિચલદાસજી, પૂજ્ય જ્ઞાનાનંદજી મહારાજ (ગીતા મનીષી વૃંદાવન), વગેરે સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતા.