શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપી ખાતે શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી સ્પિરીચ્યુઅલ હીલિંગ સેમિનાર યોજાયો હતો. જેમાં અમદાવાદના સુપ્રસિદ્ધ ડોક્ટરો પાર્થિવ પટેલ, ડો.પ્રદીપ કણસાગરા, ડો.સંજય જોષી, ડો.કમલેશ પટેલ, ડો જીતેન્દ્ર પટેલ, ડો.મેહુલ શેલત, ડો. અભય દિક્ષિત તેમજ વૈદ્યોમાં વૈદ્ય તપનભાઇ વૈદ્ય પ્રવિણ હીરપરા, વૈદ્ય ભાવેશ જોષી, વૈદ્ય વિજય વોરા, વૈદ્ય હિતેન્દ્ર ગોહિલ, ભવદિપ ગણાત્રા, સ્વપ્નિલ મોદી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
પ્રથમ દિપ પ્રાગટ્ય બાદ મન, માઇન્ડ અને મેડિટેશન વિષે વડોદરાના વિવેકાનંદ અાશ્રમના વડા સ્વામી શ્રી નિખિલેશ્વરાનંદજી મહારાજે પ્રાસંગિક પ્રવચન કર્યું હતુ.
ત્યારબાદ અમેરિકા સંત્સંગ વિચરણ કરી રહેલા સ્વામી માધવપ્રિયદાસજીએ વિડિયો કોન્ફરન્સ દ્વારા જણાવ્યું હતું કે ગુરુકુલને આંગણે પ્રાચીન અને અર્વાચીન ચિકિત્સા પદ્ધતિ – યોગ, આયુર્વેદ અને એલોપેથીઓના સુભગ સમન્યવય સાથે એસજીવીપી હોલિસ્ટિક હોસ્પિટલ શરુ થઇ રહી છે. ત્યારે આપ સર્વે આટલી મોટી સંખ્યામા ડોક્ટરો અને વૈદ્યો પધાર્યા છો એ જાણી અત્યંત આનંદ થાય છે.
પ્રાણાયામની વિશેષતા જણાવતા સ્વામીએ કહ્યું હતુ કે પ્રત્યેક રોગ પ્રથમ મનમાં પ્રવેશ કરે છે પછી વાયુમાં (પ્રાણમાં) ત્યાર પછી રોગ શરીરમાં પ્રવેશે છે. દરરોજ પ્રાણાયામ કરવાથી પ્રાણનો નિરોધ થાય છે ને મન શાંત અને આનંદિત રહે છે. પ્રાણાયામની સાથે જપનું પણ તેટલું જ મહત્વ છે.
પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે આ એસજીવીપી કેમ્પસમાં યોગ, આયુર્વેદ અને એલોપેથીનો સુભગ સમન્વય થયો છે તે અદ્ભૂત અને ઐતિહાસિક છે.
આ પ્રસંગે પૂજ્ય શાસ્ત્રી શ્રી જ્ઞાનપ્રકાશદાસજી સ્વામી (ગાંધીનગર), વૈદ્ય તપનભાઇ, જય વસાવડા, નિરવ જાની ડો. શિરીન શુક્લ વગેરેએ પ્રાસંગિક પ્રવચન કર્યા્ હતા