Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Empowered By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Sneh Milan – 2019

Photo Gallery

Sneh Milan is a yearly gathering of students and devotees attached with SGVP Gurukul family. This year as well in the pious company of Pujya Guruvarya Shastri Shree Madhavpriyadasji Swami, Pujya Purani Swami Shree Bhaktiprakashdasji Swami, Pujya Purani Shree Balkrishnadasji Swami and Pujya Purani Shree Hariswarupdasji Swami, was held on 29th December at the SGVP campus Ahmedabad.
At the beginning Sadguru saints did poojan of Thakorji, Pujya Shastriji Maharaj, Pujya Purani Shree Premprakasdasji Swami and Pujya Shree Jogi Swamiji. Then saints did poojan of four Sadguru saints. Later on four Sadguru Saints did poojan of all saints.

Shastri Shree Dharmavatsal Swami described various initiatives of Pujya Gurudev Shastriji Maharaj like education, pilgrimage tours, medical camps, Sadhana camps, japa-yagna etc were started in a small way now have become gigantic. Pujya Shastri Dharmanandasji Swami described the characteristics of a staunch devotee. Shastri Shree Bhaktivedant Swami explained the glory of the saints we have with us right now.
Pujya Guruvarya Shastri Shree Madhavpriyadasji Swami said that the human life is there to fulfil four goals- Dharma, Artha, Kaam and Moksha. To fulfil these objectives a youngster needs quite a lot of courage, patience, understanding. And for that understanding in spirituality, service to the humanity, dedication, love, good conducts and good company are needed. Such a loving gathering among loved once are for the purpose of uplifting this spirit.

Pujya Balkrishnadasji Swami was pleased to see many devotees and students turned up for the event. He said that Pujya Shastri Shree Dharmajivandasji Swami established the Gurukul tradition in modern times and brought in the revolution in the education field as well as in the Swaminarayan Sampraday. Pujya Purani Swami Shree Bhaktiprakashdasji Swami bestowed his ashirvad through a small speech.
On this occasion Padhara family donated an Ambulance for the Jogi Swami holistic hospital.
Comedian Shree Jagdishbhai Trivedi in his own style gave five important lessons of life – 1. Wake up early 2. Do light exercise 3. Simple food 4. No intoxication 5. Firm belief in Almighty.
સ્નેહ મિલન – ૨૦૧૯
સ્નેહ મિલન એટલે દૂરદૂર વસતા પરિવાર જનો ભેગા થઈ હળે મળે અને વડીલોના આશીર્વાદ મેળવે. દર વર્ષની જેમ આ વર્ષે પણ તા. ૨૯ ડિસેમ્બર ૨૦૧૯ના રોજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ એસજીવીપી પરિવારના ગુરુ સ્થાને બિરાજમાન ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસના સાનિધ્યમાં, પુરાણી સ્વામી શ્રી ભકિતપ્રકાશદાસજી સ્વામી, પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા પુરાણી શ્રી હરિસ્વરૂપદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં ગુરુકુલ પરિવારના સ્નેહ મિલનનું આયોજન થયું હતું.
પ્રારંભમાં સદ્ગુરુ સંતોએ ઠાકોરજી અને પૂ્જય શાસ્ત્રીજી મહારાજ, પૂજ્ય પુરાણી સ્વામી શ્રી પ્રેમપ્રકાશદાસજી સ્વામી તથા પૂજ્ય શ્રી જોગી સ્વામીનું ભાવ પૂજન કર્યુ હતું અને સંતોએ ચારેય સદ્ગુરૂઓનું પૂજન કર્યું હતું.
ત્યારબાદ સંતો અને હરિભકતોએ ગુરુ સ્થાને વિરાજમાન શા.માધવપ્રિયદાસજી સ્વામી, તથા પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામી, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી અને પુરાણી હરિસ્વરુપદાસજી સ્વામીનું  હાર પહેરાવી પૂજન કર્યુ હતું.
ત્યારબાદ ચારેય સદગુરુ સંતોએ ગુરુકુલ સંતવૃંદનું કપાળે ચંદનની અર્ચા કરી ફુલની પાંખડીઓથી વધાવી પૂજન કર્યું હતું.
યુવાન સંતોમાં શાસ્ત્રી ધર્મવત્સલદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે ગુરુવર્ય શાસ્ત્રી ધર્મજીવનદાસજી સ્વામીએ, શિક્ષણ, યાત્રા પ્રવાસો, સાધના શિબિર, જપયજ્ઞ, મેડિકલ સેવાઓ વગેરે અનેક મૌલિક પ્રવૃત્તિઓની કેડી કંડારી તે આજે રાજે માર્ગ બની સમગ્ર સંપ્રદાયમાં તથા વિશ્વ સ્તર પર વિકસી રહી છે. શાસ્ત્રી ધર્મનંદનદાસજી સ્વામીએ એકનિષ્ઠ હરિભક્તોની લાક્ષણિક્તાઓ વર્ણવી હતી. શાસ્ત્રી શ્રી ભક્તિવેદાંતદાસજી સ્વામીએ આપણને પ્રાપ્ત થયેલ સંતોનો મહિમા સમજાવ્યો હતો.
આ પ્રસંગે ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ જણાવેલ કે, માનવજીવન ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચાર પુરુષાર્થને સિદ્ધ કરવા માટે છે.  એ ચારેય પુરુષાર્થને પ્રાપ્ત કરવા માટે નવી ઉર્જા, નવું સાહસ અને સમજણ સાથે ભગવાનનું સ્મરણ, સેવા, સમર્પણ, સ્નેહ, સદાચાર અને સત્સંગમાં વધુને વધુ પ્રીતિ થાય તેવા હેતુથી પરિવારનું સ્નેહ મિલન રાખવામાં આવેલ છે.

પૂજ્ચ બાલકૃષ્ણદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે આટલી મોટી વિશાળ સંખ્યામાં ભકતો સ્નેહમિલનમાં પધાર્યા છો તે જોઇ અત્યંત આનંદ થાય છે. ગુરુકુલના સંસ્થાપક શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી સંતોના અને વિદ્યાર્થીઓના કુશળ ઘડવૈયા હતા. જેઓ સંપ્રદાયમાં ગુરુકુલની સ્થાપના કરીને સમાજમાં અને ખાસ કરીને શ્રીસ્વામિનારાયણ સંપ્રદાયમાં અનોખી ક્રાન્તિ લાવ્યા છે. પુરાણી સ્વામી શ્રી ભકિતપ્રકાશદાસજી સ્વામીએ પરિવાર જનોને આશીર્વાદ પાઠવ્યા હતા.
આ પ્રસંગે પાધરા પરિવાર દ્વારા જોગી સ્વામી હોલિસ્ટીક હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ગાડી અર્પણ કરવામાં આવી હતી.
હાસ્ચકલાકાર શ્રી જગદીશભાઈ ત્રિવેદીએ હાસ્યસભર શૈલીમાં સફળ જીવનના પાંચ સુત્રો ૧) વહેલા ઉઠવું, ૨) હળવી કસરત કરવી, ૩) સાદો અને પથ્ય ખોરાક ખાવો, ૪) વ્યસનથી મુક્ત રહેવું અને ૫) ભગવાનમાં અચળ નિષ્ઠા વગેરે સવિસ્તર સમજાવ્યું હતું.

Achieved

Category

Tags