30 December, 2018 – the day of Sneh Milan – 2018. All saints, students and devotees, well-wishers too, participated in this event of affection & emotion. This whole day event was started with the Poojan of Thakoraji and that of Pujya Shastriji Maharaj, Pujya Purani Swami & Pujya Jogi Swamiji by elder saints. It was followed with the Poojan of Sadguruvarya Shastri Shree Madhavpriyadasji Swami, Pujya Purani Swami Shree Bhaktiprakashdasji Swami & Pujya Purani Shree Balkrushnadasji Swami by saints and devotees. Elder saints showered compassion on young saints and blessed them. Pujya Swamiji inspired all participants for betterment towards achieving the goal of human life with SMARAN – SEVA – SAMARPAN – SNEH – SADACHAR – SATSANG. Along with the speeches explaining the characteristics of true devotee by young saints, Pujya Purani Swmai and Pujya Balkrushnadasji Swmai delivered blessing speeches.
SGVP ગુરુકુલમાં યોજાયેલ ગુરુકુલ પરિવારનું સ્નેહમિલન
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ એસજીવીપી પરિવારના ગુરુ સ્થાને બિરાજમાન સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીના સાનિધ્યમાં તેમજ પુરાણી સ્વામી શ્રી ભકિતપ્રકાશદાસજી સ્વામી તથા પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી અને પુરાણી શ્રી હરિસ્વરૂપદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં ગુરુકુલ પરિવારનું સ્નેહ મિલન યોજાઇ ગયું.
જેમાં કેન્દ્રીય મંત્રી શ્રી પરશોત્તમ રુપાલા, ગુજરાત હાઇકોર્ટ શ્રી ઢોલરિયા સાહેબ, શ્રી જગદીશભાઈ ત્રિવેદી તેમજ SGVP ગુરુકુલના સંતો, ભારતભરમાં તથા વિદેશમાં વસતા ગુરુકુલના પૂર્વ વિદ્યાર્થીઓ અને ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરુઆતમાં વડિલ સંતોએ પરમ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી, પરમ પૂજ્ય પુરાણી સ્વામી શ્રી પ્રેમપ્રકાશદાસજી સ્વામી અને પરમ પૂજ્ય શ્રી જોગી સ્વામીની પ્રતિમાને હાર પહેરાવી પૂજન કર્યું હતું.
ત્યારબાદ પૂજ્ય સ્વામીજીનું પૂજન, પુરાણી સ્વામી શ્રી ભકિતપ્રકાશદાસજી સ્વામી, પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા ત્રણેય શાખાના સંતોએ હાર પહેરાવી પૂજન કર્યુ હતું.
આ પ્રસંગે પૂજ્ય સ્વામીજીએ જણાવેલ કે, ગુરુકુલ પરિવારનું સ્નેહમિલન એટલે જેમાં આપણાં નાના મોટા ગામ, નગર, નેસ કે દેશવિદેશમાં વસેલા ભાવિક પરિવારજનોને માતૃસંસ્થા, સંતો અને ભગવાન શ્રી સ્વામિનારાયણની સંસ્કારી સુગંધને જાળવી રાખવા હેતભરી વાતો સાથે સંતો પાસેથી શીખ મેળવે.
જીવનનું ધ્યેય પ્રાપ્ત કરવા માટે નવી ઉર્જા, નવું સાહસ અને સમજણ સાથે ભગવાનનું સ્મરણ, સેવા, સમર્પણ, સ્નેહ, સદાચાર અને સત્સંગમાં વધુને વધુ પ્રીતિ થાય તેવા હેતુથી પરિવારનું સ્નેહમિલન રાખવામાં આવેલ છે.
આ પ્રસંગે કેન્દ્ર મંત્રી શ્રી પરશોત્તમભાઇ રુપાલાએ જણાવ્યું હતું કે ભારતની પરંપરામાં રાષ્ટ્રનીનીતિમાં અને રાષ્ટ્ર ઘડતરમાં સંતોનો મહત્વનો ફાળો રહેલ છે. તેમજ પોતાની હળવી શૈલીમાં મહાભારત અને રામાયણના દ્રષ્ટાંતો સાથે પારિવારીક જીવનનું મહત્વ સમજાવ્યું હતું.
હાસ્ચકલાકાર જગદીશભાઈ ત્રિવેદીએ હાસ્યસભર શૈલીમાં સફળ જીવનના પાંચ સરળ સુત્રો, વહેલા ઉઠવું, હળવી કસરત કરવી, સાદો-પથ્ય ખોરાક ખાવો, વ્યસનથી મુક્ત રહેવું અને ભગવાનમાં અચળ નિષ્ઠા વગેરે સમજાવ્યું હતું.
શાસ્ત્રી શ્રી ધર્મવત્સલદાસજી સ્વામી તથા શાસ્ત્રી શ્રી ભકતવત્સલદાસજી સ્વામીએ ભગવાનના ભકતોના લક્ષણો કેવા હોય તે દ્રષ્ટાંતે સહિત સમજાવ્યું હતું. આ પ્રસંગે પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામીએ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા.