Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Empowered By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Silver Jubilee Celebration, Rugnathpur

Sadguru Shree Gunatitanand Swami founded the village Rugnathpur and established a temple here and blessed the village. In the timeline, temple was renovated many times. Gurudev Shastriji Maharaj, Purani Swami Shree Premprakashdasji Swami, Pujya Jogi Swamiji and other saints visited this village frequently and strengthen the Satang here. Before 25 years, with the inspiration of Bhandari Swami Shree Hariprasaddasji Swami & guidance of Guruvarya Shastri Shree Madhavpriyadasji Swami, a marvelous temple was reconstructed and this year a silver jubilee celebration was organised with Katha Parayan of satsangi-jivan orated by Pujya Swamiji, in the holy presence of Purani Swami Shree Bhaktiprakashdasji Swami, Purani Swami Shree Balkrishnadasji Swami and other saints from various shrines of Sampraday.
PPDD Acahrya Maharaj Shree Rakeshprasadji Maharaj kindly graces this devotional event with divine presence, Darshan and blessings.

રજત જયંતી મહોત્સવ, રૂગનાથપુર        ૧થી ૫ મે – ૨૦૧૮
ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણના મહાન સંત અક્ષરમૂર્તિ સદ્‌ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીએ એક સમયના ઉજ્જડ ટીંબાનું રળિયામણા ગામમાં રૂપાંતરણ કર્યું, લીલા તોરણ બાંધ્યા અને રૂગનાથપુર નામ આપી ગ્રામજનોને રૂડા આશીર્વાદ પાઠવ્યા. સ્વામીએ સૌ પ્રથમ અહીં મંદિર બંધાવી ગામ લોકોને ભજન-ભક્તિનું એક ઉત્તમ માધ્યમ આપ્યું. ત્યાર પછી તો ગુણાતીત પરંપરાના મહાન સંતોની પાવન પદરજ રૂગનાથપુર ગામમાં પડતી રહી, ભક્તજનોના હૃદયમાં સત્સંગના વારિ સિંચન થતા રહ્યા અને સંતો દ્વારા ઘણી વખત મંદિરનો પણ જીર્ણોદ્ધાર થયો. પરમ પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, પૂજ્ય પુરાણી સ્વામી શ્રી પ્રેમપ્રકાશદાસજી સ્વામી તથા પૂજ્ય શ્રી જોગીસ્વામી જેવા બ્રહ્મનિષ્ઠ સંતોએ સૌ ભક્તજનોને સત્સંગમાં બળિયા કર્યા. ભંડારી શ્રી હરિપ્રસાદદાસજી સ્વામીની પ્રેરણાથી, પૂજ્ય ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામીના માર્ગદર્શન સાથે ગામમાં ભવ્ય-દિવ્ય નૂતન મંદિરનું નિર્માણ થયું હતું. જેના આ વર્ષે પચ્ચીસ વર્ષ પૂર્ણ થતા તારીખ ૧ થી ૫, મે – ૨૦૧૮ દરમ્યાન, મંદિરના રજતજયંતી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવ દરમિયાન પરમ પૂજ્ય ગુરૂવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ વ્યાસાસને બિરાજી ગ્રંથરાજ ‘શ્રીમદ્‌ સત્સંગિજીવન’ની કથાનું રસપાન કરાવ્યું હતું.

આ દિવ્ય અવસરે વડતાલથી પરમ પૂજ્ય ધ. ધુ. ૧૦૦૮ આચાર્ય મહારાજ શ્રી રાકેશપ્રસાદજી મહારાજે પધારી દર્શન-કથાવાર્તાનો લાભ આપ્યો હતો. ઉપરાંત પૂજ્ય સ્વામીજીની પ્રેરણાથી ગામમાં શુભ પ્રસંગે ઉપયોગમાં આવે એવા શુભ આશયથી પટેલ વાડીનું ખાતમૂહૂર્ત કરવામાં આવ્યું હતું.
અનેકવિધ આયોજનો સાથે ઉજવાયેલ આ મહોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાયો હતો. આ પ્રસંગે પરમ પૂજ્ય સદ્‌ગુરુ પુરાણી સ્વામી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામી, પરમ પૂજ્ય સદ્‌ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા ધામ-ધામથી સંતોએ પધારી દર્શન અને આશિર્વાદનો લાભ આપ્યો હતો.

 

Achieved

Category

Tags