શ્રીશૈવ-શ્રીસ્વામિનારાયણ મૂલ સિદ્ધાંત વિમર્શ સંગોષ્ઠી – બનારસ
શ્રીવૃત્તાલય શ્રીસ્વામિનારાયણ મંદિર એવં ઘર્માગમ વિભાગ, સંસ્કૃત વિદ્યા ધર્મવિજ્ઞાન સંકાય, કાશી હિન્દુ વિશ્વવિદ્યાલય (બી.એચ.યુ.)ના સંયુક્ત તત્વાવધાનમાં આંતરરાષ્ટ્રીય સંગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રીશૈવ-શ્રીસ્વામિનારાયણ મૂળ સિદ્ધાંત વિમર્શઃ વિષય ઉપર તા. 26-27 ઓગસ્ટ દરમિયાન આયોજિત સંગોષ્ઠીમાં ભારત તથા વિદેશના વિદ્વાનો ઉપસ્થિત રહ્યા હતા. સંગોષ્ઠીનો પ્રારંભ વૈદિક પ્રાર્થના તથા દિપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ઉદ્ઘાટન સત્રના અધ્યક્ષ સ્થાને જગદ્ગુરુ પૂજ્ય શ્રી ચંદ્રશેખર શિવાચાર્યજી મહારાજ – કાશી ઉપસ્થિત રહ્યા હતા. તથા પૂજ્ય ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામી-એસ.જી.વી.પી. તથા પૂજ્ય શાસ્ત્રી શ્રી સંતવલ્લભદાસજી સ્વામી – કોઠારીશ્રી વડતાલના માર્ગદર્શન સાથે આ સેમિનાર યોજાયો હતો.
સેમિનારના પ્રારંભે દીપપ્રાગટ્યમાં પદ્મભૂષણ પ્રો. વશિષ્ઠ ત્રિપાઠી – પૂર્વ કુલપતિ, પ્રો. વિજયકુમાર શુક્લ-માનનીય કુલુગુરુ (બી.એચ.યુ.), પ્રો. શિતલાપ્રસાદ પાંડેય, પ્રો. ઉપેન્દ્રકુમાર ત્રિપાઠી-સમન્વયક વૈદિક વિજ્ઞાન કેન્દ્ર (બી.એચ.યુ.), પ્રો. કમલેશ જા – સંકાય પ્રમુખ (બી.એચ.યુ.), પ્રો. જયશંકરલાલ ત્રિપાઠી-પૂર્વ અધ્યક્ષ – સંસ્કૃત વિભાગ (બી.એચ.યુ.), પ્રો. અભિરાજરાજેન્દ્ર મિશ્રા – પૂર્વ કુલપતિ સંપૂર્ણાનંદ સંસ્કૃત વિશ્વવિદ્યાલય વારાણસી, પ્રો. હૃદયરંજન શર્મા – પૂર્વ વિભાગાધ્યક્ષ વેદવિભાગ (બી.એચ.યુ.), પ્રો. અરવિંદ શર્મા – પ્રાચાર્ય દરભંગા, વૈદિક પ્રોફેસર પતંજલિ મિશ્રા (બી.એચ.યુ.), ડો. લુસી, ગેસ્ટ-યુ.કે., ડો. વ્રજભૂષણ ઓજા – વ્યાકરણ વિભાગ (બી.એચ.યુ.), પ્રો. પ્રદ્યુમ્ન શાહ સિંહ – જૈન બૌધ દર્શન વિભાગ બી.એચ.યુ., વગેરે વિદ્વાનો ઉપસ્થિત રહ્યા હતા.
ખાસ કરીને આ સેમિનારમાં ગુજરાતથી શ્રી બળવંત જાની (કુલપતિ-સાગર યુનિ. મધ્યપ્રદેશ), શ્રી નિરંજન પટેલ, (ઉપકુલપતિ સરદાર પટેલ વિશ્વવિદ્યાલય-વિદ્યાનગર), શ્રી ગીરીશ ભીમાણી (ઉપ કુલપતિ – સૌરાષ્ટ્ર યુનિ.) શ્રી લલીત પટેલ (પૂર્વ ઉપકુલપતિ-સોમનાથ), ડો. રામપાલ શુક્લ (સંસ્કૃત મહાવિદ્યાલય વડોદરા) વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત સોમનાથથી શ્રી ભાનુપ્રકાશદાસજી સ્વામી, વડતાલથી હરિઓમ સ્વામીજી, સરધારથી શ્રી યોગેશ્વરદાસજી સ્વામી, વડતાલથી શ્રી શ્યામવલ્લભદાસજી સ્વામી વગેરે સંતો, ઋષિકુમારો ઉપરાંત સંશોધનકર્તા છાત્રો ઉપસ્થિત રહ્યા હતા.