Shreemad Bhagwat Katha Parayan, Makhavad
Village Makhavad, near Rajkot is a blessed village by great saints like Sadguru Shastriji Maharaj Shree Dharmajivnadasji Swami, Pujya Purani Swami Shree Premprakashadasji Swami and Pujya Jogi Swamiji. In this village for the benefit of Gau-shala a Shreemad Bhagwat Katha Parayan was arranged by the Gau-Sevak Yuvak Mandal and all villagers during March 13 – 19, 2011. Sadguruvarya Shastri Shree Madhavpriyadasji Swami narrated the Katha of Shreemad Bhagwat Puran. Pujya Purani Swami Shree Bhaktiprakashdasji Swami and Pujya Purani Shree Shreeharidasji Swami also delivered occasional Katha. Swami Paramatmanadji from Arsh Vidya Mandir, Rajkot also delivered the inspiring speech.On March 17, PPD Achatya Shree Rakeshprasadhji Maharaj blessed the occasion with his holy presence and blessings. A Shobhaytra, procession was carried out for the Darshan of PPDD Maharajshree. Maharshree blessed all volunteers for such noble work of Gau Seva and Katha Parayan. On March 18, famous orator of Bhagwat, Pujya Rameshbhai Oza also grace the occasion with his narration.
પરમ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી, પરમ પૂજ્ય પુરાણી શ્રી પ્રેમપ્રકાશદાસજી અને પરમ પૂજ્ય શ્રી જોગી સ્વામી જેવા મહાપુરુષોના ચરણરજથી પવિત્ર થયેલ ગામ માખાવડ ખાતે ગૌ-સેવા ના ઉદ્દેશથી ચાલતી ગૌશાળાના લાભાર્થે તા. ૧૩ થી ૧૯ માર્ચ, ૨૦૧૧ દરમ્યાન સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીના વ્યાસાસને શ્રીમદ ભાગવત કથા-પારાયણનું આયોજન કરવામાં આવ્યું હતું. કથા પારાયણ દરમ્યાન જન્મોત્સવ, રુકમણી વિવાહ વગેરે પ્રસંગો ઉપરાંત રક્તદાન કેમ્પ, મહિલા સંમેલન વગેરે આયોજનો પણ કરવામાં આવ્યા હતાં. તા. ૧૭ માર્ચ ના રોજ પ પૂ ધ ધૂ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ પણ કથા પ્રસંગે માખાવડ ગામે પધારતા શોભાયાત્રામાં દર્શનનો લાભ આપ્યો હતો તથા ગૌશાળાની પ્રેરણાદાયક પ્રવૃત્તિઓને બિરદાવી હતી. તા. ૧૮ માર્ચના રોજ સુપ્રસિદ્ધ ભાગવત કથાકાર શ્રી રમેશ ભાઈ ઓઝાએ પણ ઉપસ્થિત રહી સત્સંગ નો લાભ આપ્યો હતો. કથા દરમ્યાન વડતાલ, રાજકોટ, જૂનાગઢ, અમરેલી વગેરે ધામોથી સંત મહાત્માઓએ પધારી દર્શન – કથાવાર્તાનો લાભ આપ્યો હતો. આર્ષ વિદ્યા મંદિર, રાજકોટના પૂજ્ય પરમાત્માનંદજી એ પ્રેરણાસભર પ્રવચન આપ્યું હતું. આ કથા પારાયણનું સંપૂર્ણ આયોજન ગૌ-સેવક યુવક મંડળ તથા સમસ્ત ગ્રામજનોએ સાથે મળીને કર્યું હતું.
Picture Gallery