Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Empowered By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Shreemad Bhagawat Katha Parayan, Rishikesh

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના સંસ્થાપક શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીના અનન્ય સેવક અને જમણા હાથ સમાન, ગુરુકુલના વિકાસમાં મહત્વ જેમનો મહત્વનો ફાળો રહેલ છે એવા શ્રી નારયણ ભગત થોડા સમય પહેલા અમદાવાદ મેમનગર ગુરુકુલમાં અક્ષરવાસી થયેલ. તે સમયમાં સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં ઋષિકેશમાં સત્સંગ શિબિર ચાલી રહી હતી. પૂજ્ય નારયણભગતના અક્ષરવાસના સમાચાર સાંભળી સંતોએ નારયણભગતના અગ્નિ સંસ્કાર ઋષિકેશમાં ગંગાજીના કિનારે થાય તેમ નક્કી થતાં હજાર જેટલા શિબિરાર્થીઓ અને સંતોના હાથે ગંગા સ્નાન કરાવી, ગંગાજીના કિનારે અગ્નિ સંસ્કાર કરવામાં આવેલ.
થોડા સમય પહેલા ગુરુકુલના ભજનિક પાર્ષદ શ્રી રવજી ભગતનો અક્ષર વાસ થતાં બંન્ને ભકતોની પૂણ્ય સ્મૃતિમાં, સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી તથા પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી તેમજ પાર્ષદવર્ય શ્રી શામજીભગતના માર્ગદર્શન નીચે ડો. વિપુલભાઇ પટેલના યજમાન પદે, વડતાલ અથાણાવાળા શ્રી કૃષ્ણજીવનદાસજી સ્વામીના શિષ્ય વિદ્વાન શાસ્ત્રી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીના વ્યાસપદે, શ્રી પરમાર્થ નિકેતનના પરિસરમાં ગંગાજીના કિનારે શ્રી મદ્ભાગવતની કથાનું આયોજન કરવામાં આવેલ.આ કથા પ્રસંગે ખાસ પરમાર્થ નિકેતન આશ્રમના અધ્યક્ષ શ્રી ચિદાનંદ સરસ્વતીજી (પૂજ્ય મુનિજી) અને સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી પધારતા યજમાનશ્રીએ બંન્નેનું ફુલહારથી સ્વાગત કરેલ.પ્રાસંગિક પ્રવચન કરતા પૂજ્ય મુનિજીએ જણાવ્યું હતું કે પૂજ્ય નારયણભગત તથા પૂજ્ય રવજી ભગતની પૂણ્ય સ્મૃતિમાં અમારા આશ્રમમાં શ્રીમદ્ ભાગવત કથાનું જે સુંદર આયોજન થયેલ છે તેથી અમો ઘણાં ભાગ્યશાળી છીએ.આ કથા પ્રસંગથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનામ્ અને પરમાર્થ નિકેતન આશ્રમ વચ્ચેના સંબંધો વધુ મજબુત થયા છે. ગંગામૈયા આપણા માટે પવિત્ર છે.તેને પ્રદુષણમાંથી મુક્ત કરવા માટે પ્રતિજ્ઞા લેવી જોઇએ.સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે ગંગાજીની ધારા જેમ પવિત્ર છે તેમ પૂજ્ય નારયણ ભગત અને પૂજ્ય રવજી ભગતનું જીવન પણ પવિત્ર હતું. શાસ્ત્રી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીએ આપણને શ્રીમદ્ ભાગવત કથા દ્વારા જે પોતાની અમૃત વાણીનો લાભ આપ્યો છે તેથી વધુ રાજી થવાય છે.આ કથા પ્રસંગે ડો. વિપુલભાઇ પટેલ, પુર્વીશભાઇ પટેલ, શૈલેશભાઇ, દિપકભાઇ પટેલ, ઘનશ્યામભાઇ ખૂંટ, વનરાજભાઇ ધાખડા, સુરેશભાઇ વ્યાસ, વિશાલભાઇ છત્રોલા, જૈમિનભાઇ વગેરે કુટુંબ સહિત પધારી કથાનો જે લાભ લીધો હતો. દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારોએ પણ આ પ્રસંગમાં હાજર પૂજ્ય શામજીભગત સાથે રહી સેવા બજાવી હતી.

Achieved

Category

Tags