Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Empowered By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Shree Shiv-Poojan Savannah, USA

અમેરીકા ખાતે શ્રાવણ માસના સોમવારે પાર્થિવ લીંગની પૂજા કરવામાં આવી.

અમેરીકા, જ્યોર્જિયામાં આવેલા સવાનાહ શહેરમાં એસજીવીપી શ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર દ્વારા શ્રાવણ માસના સોમવારે પાર્થિવ લીંગની પૂજાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

ભગવાન શ્રી સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં આજ્ઞા આપતા કહ્યું છે કે, અમારા આશ્રિતોએ શ્રાવણ માસમાં શિવજીનું વિશેષે કરીને પૂજન કરવું.

શિવ પુરાણ તથા શિક્ષાપત્રી અનુસાર શ્રાવણ માસમાં શિવજીનું વિશેષ પૂજન તથા આરાધન કરવાથી આશુતોષ ભગવાન ભોળાનાથ વિશેષ પ્રસન્ન થાય છે.

ગુરુવર્ય સ્વામી શ્રી માધવપ્રિયદાસજીની મંગલ પ્રેરણાથી શ્રાવણ માસના દરેક સોમવારે અહીં શિવજીની સવિશેષ પૂજા અર્ચના થાય છે. પૂજ્ય સ્વામીશ્રીની અધ્યક્ષતામાં અહીં સર્વેશ્વર ધામનું નિર્માણ કરવામા આવ્યું છે. જેમાં દ્વાદશ જ્યોતિર્લિંગ સ્વરૂપે મહાદેવજીના દ્વાદશ સ્વરૂપો બિરાજે છે.

શિવ પુરાણમાં ‘પાર્થિવ લીંગ’ પૂજાનો ખૂબ જ મોટો મહિમા વર્ણવવામાં આવેલ છે. શ્રાવણ માસના બીજા સોમવારે અહીં પાર્થિવ લીંગ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પૂજનનો લાભ લેવા સવાનાહ ઉપરાંત જ્યોર્જિયાના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા.

પાર્થિવ લીંગ પૂજા બાદ બધા જ ભક્તોએ સર્વેશ્વર ધામમાં બિરાજતા સોમનાથ મહાદેવ તથા દ્વાદશ જ્યોતિર્લિંગની પૂજા અર્ચના કરી હતી. ભક્તજનોએ માનસરોવરના પવિત્ર જળમાં પાર્થિવ લીંગનું વિસર્જન કરીને ગંગાજીની આરતી કરી દિવ્યતાનો અનુભવ કર્યો હતો.

મંદિરમાં ઠાકોરજીની સેવા પૂજા કરતા પંડિત શ્રી રવિ મહારાજ તથા ભાવિન મહારાજે પૌરાણિક વિધિ વિધાન સાથે પૂજા વિધિ કરાવ્યો હતો. આ પ્રસંગે શાસ્ત્રી શ્રી વેદાંતસ્વરૂપદાસજીએ પુરાણોમાં વર્ણવેલ પાર્થિવ લીંગ પૂજાનો મહિમા સમજાવ્યો હતો. અંતમાં સૌએ ફલાહારનો પ્રસાદ લીધો હતો.

Achieved

Category

Tags