Photo Gallery
SGVP ગુરુકુલ-છારોડી ખાતે, શ્રી રામ, શ્યામ અને ઘનશ્યામ મહારાજના ૧૬મા પાટોત્સવ પ્રસંગે, પ્રસાદીભૂત અડાલજ વાવના જળને ઘડામાં ભરી લાવતા, ગુરુકુલ પરિસરમાં જલયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
તા. ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૧, વસંત પંચમીના રોજ વહેલી સવારે એસજીવીપી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ માં વિરાજીત શ્રી રામ, શ્યામ અને ઘનશ્યામ મહારાજના વાર્ષિક પાટોત્સવ પ્રસંગે, વૈદિક મંત્રો સાથે ઠાકોરજીને અડાલજ વાવના પવિત્ર જળ, ગંગાજળ, તમામ ઔષધિઓના રસ, ફળોના રસ, સપ્તનદીઓના જળ, પંચગવ્ય વગેરેથી શ્રી રામ, શ્યામ અને ઘનશ્યામ મહારાજને વહેલી સવારે પૂજ્ય પુરાણી સ્વામી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામીના પાવન સાનિધ્યમાં, ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી અને હરિસ્વરુપદાસજી સ્વામીના હસ્તે અભિષેક કરવામાં આવ્યો હતો.
અભિષેક બાદ સમૂહમાં શિક્ષાપત્રીના પાઠ અને પૂજન બાદ પૂજ્ય સ્વામીજીએ શિક્ષાપત્રીનું રહસ્ય સમજાવતા જણાવ્યું હતું કે શિક્ષાપત્રી તો વચન અને આદેશનો ગ્રન્થ છે. શિક્ષાપત્રી તો ગાગરમાં સાગર છે. શિક્ષાપત્રી તો તમામ શાસ્ત્રોનો સાર છે. ભગવાનશ્રી સ્વામિનારાયણે પોતાના આશ્રિતોના કલ્યાણ માટે શિક્ષાપત્રી લખેલ છે. શિક્ષાપત્રી પ્રમાણે જે વર્તે તેને ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે.
૨૦૦ ઉપરાંત વાનગીઓના અન્નકૂટ ધરાવી, સદ્ગુરુ સંતોએ આરતી ઉતારી અન્નકૂટ દર્શન ખુલ્લા મૂક્યા હતા.
અંતમાં લોક હાસ્યકલાકાર શ્રી જગદીશભાઇ ત્રિવેદીએ હાસ્યસભર શૈલીમાં કોરોનાથી કેટલા લાભ થયા છે તેની વાત કરી હતી.
ગુજરાતમાં ગૌરવવંતા, સેવા ભાવી અને ધાર્મિક વૃતિના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રુપાણીને કોરોનાની અસર થતા, સારાયે ગુજરાતમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે ત્યારે ઓન-લાઇન એસજીવીપી ગુરુકુલમાં ચાલી રહેલ ઘનશ્યામ મહારાજના પાટોત્સવ અને શિક્ષાપત્રી જયંતીના પ્રસંગે યોજાયેલ ધર્મસભામાં પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીએ અને સંતો હરિભકતોએ વિજયભાઇ જલ્દી સાજા થાય તે માટે ભગવાનની ધૂન અને પ્રાર્થના કરી હતી.
પાટોત્સવ પ્રસંગે ઠાકોરજીને ધરાવેલ અન્નકૂટનો તમામ પ્રસાદ ગરીબોને વહેંચવામાં આવ્યો હતો.