Photo Gallery
મકરસંક્રાન્તિના મંગળ પર્વે તા. ૧૪ જાન્યુઆરી, ૨૦૨૧ ના રોજ, SGVP ગુરુકુલ દ્વારા ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી અને પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના વરદ હસ્તે અયોધ્યા રામલાલાના નૂતન રામમંદિર નિર્માણ માટે ૫૧,૦૦,૦૦૦/- (એકાવન લાખ રુપિયા) અર્પણ કરવામાં આવ્યા હતા.
આ અર્પણ વિધિમાં અશોકભાઇ રાવલ (મહામંત્રી, ગુજરાત વિ.હિ.પ.), અશ્વિનભાઇ પટેલ (મહામંત્રી ઉત્તર ગુજરાત, વિ.હિ.પ.), ધીરુભાઇ કપુરિયા (ધર્માચાર્ય સંપર્ક પ્રમુખ ઉ.ગુ., વિ.હિ.પ.), નારણભાઇ મેઘાણી (સંઘ કાર્યકર્તા), રાજેશભાઇ પટેલ, વલ્લભભાઇ બાબરિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે અશોકભાઇ રાવલે પ્રથમ SGVP ગુરુકુલનો અને પૂજ્ય સ્વામીજીનો આભાર માન્યો હતો. અને જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતના ૨૦૦ મંદિરોના સાધુ સંતો રામમંદિર નિર્માણ માટે ઉત્સાહથી ભાગ લઇ રહ્યા છે તેનો અમને ખૂબજ આનંદ છે.
પૂજ્ય સ્વામીજીએ જણાવ્યું હતું કે, આજે આ અર્પણ વિધિમાં ગુજરાત વિશ્વ હિન્દુ પરિષદના ટોચના કાર્યકર્તાઓએ હાજર રહીને સેવા સ્વીકારી તેથી અમો સદભાગી છીએ.
ભગવતી સીતાજી લક્ષ્મી સ્વરુપા છે અને મા લક્ષ્મી ભકતોની તિજોરીઓ છલકાવી દે, ત્યારે આવી સત્ કાર્યની ઝોળીમાં પુષ્પાંજલિ અર્પણ કરવી એ આપણું કર્તવ્ય છે.
ભગવાનનું છે ને ભગવાને અર્પણ કરવાનું છે. SGVP ગુરુકુલની સેવા શ્રી રામ લાલા સ્વીકારે એ સમગ્ર ગુરુકુલ પરિવારનું સદ્ ભાગ્ય છે.
અમને વિશ્વાસ છે કે ગુજરાતની ધર્મપ્રેમીઓએ રામલાલાના મંદિર નિર્માણમાં તન, મન અને ધનની સેવા કરવામાં ક્યારેય પાછી પાની કરી નથી.
અયોધ્યા ખાતે સાકાર થઇ રહેલ રામ મંદિર એટલે રામરાજ્યનું પ્રતિક, ભારતીય સંસ્કૃતિની વિવિધતામાં એકતાનું પ્રતિક અને ભારતીય સમાજમાં સમરસતાનું પ્રતિક.
વિષેશમાં SGVP ગુરુકુલ તરફથી જે નિધિ અર્પણ થઇ એ ઉપરાંત પૂજ્ય સ્વામીજીની પ્રેરણાથી આજના સંક્રાન્તિના મંગળ પર્વે ગુરુકુલના નાનામાં નાના કર્મચારીઓ, રસોયાઓ, ખેતીવાડીમાં કામ કરનારા મજુરો વગેરે એ પણ સર્વેએ યથાશક્તિ દાન કર્યું હતું.
નાનામાં નાના માણસોએ હ્રદયથી કરેલ આ દાનનું મૂલ્ય રુપિયામાં આંકી શકાય તેમ નથી.