શ્રી જોગી સ્વામી હોલીસ્ટીક હેલ્થ સેન્ટર : શિલાન્યાસ વિધિ
ભારતીય પ્રાચીન આરોગ્ય પદ્ધત્તિ, યોગ અને આયુર્વેદ આપણો અણમૂલો વારસો છે. આપણો અણમૂલો વારસો સચવાય રહે, રોગ થયા પહેલા હેલ્થ કેરના કાર્યક્રમોથી લોકોને જાગૃત કરવામાં આવે તો બિમારીઓ આરંભથી જ અટકાવી શકાય. આયુર્વેદ વિજ્ઞાનનો વ્યવસ્થિત ઉપયોગ કરવામાં આવે, શરીર અને મનની બિમારીઓને દૂર કરવા માટે જો યોગનો સહારો લેવામાં આવે તો સારવાર ક્ષેત્રે ન કલ્પી શકાય તેવા પરિણામો મેળવી શકાય છે.
અતિ ખર્ચાળ મેડિકલ સારવારના સમયમાં લોકોને શ્રેષ્ઠ સારવાર સરળતાથી મળી શકે તેવા શુભ હેતુથી સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીના અધ્યક્ષ સ્થાને, પુરાણી સ્વામી શ્રી ભકિતપ્રકાશદાસજી સ્વામી તથા પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ (એસજીવીપી) અમદાવાદ ખાતે પૂ. જોગી સ્વામીની સ્મૃતિમાં, યોગ, આયુર્વેદ અને મેડિકલ સાયન્સના અદ્ભૂત સંગમરુપ ‘શ્રી જોગી સ્વામી હોલીસ્ટીક હેલ્થ સેન્ટર’નો શિલાન્યાસ વિધિ આયુર્વેદ અને એલોપથીના નામાંકિત વૈદરાજો અને ડોકટરો તથા મહાનુભાવોની હાજરીમાં કરવામાં આવ્યો હતો. સમગ્ર વિધિ પવિત્ર વેદ પંડિતો શ્રી રામપ્રિયજી તથા શ્રી લક્ષ્મીનારાયણજી દ્વારા કરાવવામાં આવી હતી.
આ પ્રસંગે શિલાન્યાસ કાર્યક્રમ બાદ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જાણીતા ડો.પાર્થિવભાઇ મહેતા અને વૈદ્યરાજ શ્રી હરીન્દ્રભાઇ દવેએ આંખ, નાક, વગેરે શરીરના ભાગોમાં થતાં રોગો તેના ઉપાયો તથા આયુર્વેદ પધ્ધત્તિ પંચકર્મ, જાનુબસ્તી, દાંત, ગળાના રોગો, ક્ષારસુત્ર પદ્ધત્તિ, સુવર્ણ પ્રાશન, યોગ, શિરોધારા, વગેરે તથા આયુર્વેદિક અને અલોપથી સારવાર પદ્ધતિઓનું નિદર્શન પ્રેઝન્ટેશન દ્વારા વિગતવાર સમજાવ્યું હતું.
આ પ્રસંગે પૂજ્ય સ્વામીજી, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી, ડો.વિજયભાઇ ધડુક વગેરેએ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા.
આ પ્રસંગે આ હોલીસ્ટીક હેલ્થ સેન્ટરમાં સેવા આપનાર ડો.પાર્થિવ મહેતા, ડો.વસંતભાઇ વાલુ, ડો.નંદલાલ માનસેતા, ડો.કેયુર શાહ, ડો.રજનીભાઇ પટેલ તેમજ વૈદ્ય પ્રવિણભાઇ હીરપરા, વૈદ્ય તપનભાઇ, વૈદ્ય હરિન્દ્રભાઇ દવે, વૈદ્ય ભાવેશભાઇ જોષી, વૈદ્ય જયકૃષ્ણભાઇ જાની, વૈદ્ય સ્વપ્નીલભાઇ મોદી, વૈદ્ય જસવંતભાઇ રાઠોડ વગેરેનું પૂજ્ય સ્વામીજી તથા પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ સન્માન કર્યું હતું.
આ પ્રસંગે અમેરિકા સ્થિત ડો.વિજયભાઇ ધડુક, ડી.કે.શાહ, નરહરિભાઇ અમીન, વલ્લભભાઇ કથિરીયા, વલ્લભભાઇ કાકડીયા, કાંતિભાઇ ગાંધી, ડો.શામળદાસ પટેલ, ડો.વિપુલભાઇ પટેલ, ગુણવંતભાઇ સોજીત્રા, દકુભાઇ કસવાલા, શ્રી આર.આર.પટેલ કચ્છ, આર.એસ.પટેલ કચ્છ, પ્રેમજીભાઇ કેસરાણી, કપુરચંદભાઇ શાહ-આફ્રિકા, મધુકરભાઇ વ્યાસ, સુનિલભાઇ નાણાંવટી, ભરતભાઇ જોષી, વગેરે મોટી સંખ્યામાં હરિભકતો ઉપસ્થિત રહ્યા હતા.
Picture Gallery