અમેરિકા સ્થિત શ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર સવાનાહ, એ જ્યોર્જિયામાં વસતા ગુજરાતીઓ અને અન્ય ભારતીય સમાજનું આસ્થાનું કેન્દ્ર છે. અહીં સનાતન મંદિરમાં હિન્દુ સનાતન ધર્મના દરેક ઉત્સવ ખૂબ જ દિવ્યતા અને ભવ્યતાથી ઉજવાય છે. પરમ પૂજ્ય ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી પૂજ્ય ભક્તિવેંદાતદાસજી સ્વામી તેમજ પૂજ્ય સર્વમંગલદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં આ ગણેશોત્સવ પણ એ જ રીતે ભક્તિભાવથી ઉજવાયો હતો.
જેના મુખ્ય યજમાન તરીકે શ્રી કમલેશભાઈ પટેલે લાભ લીધો હતો. આ ગણેશોત્સવ દસ દિવસ સુધી ચાલ્યો, જેમાં કીર્તન ભક્તિ, સંતોના પ્રવચનો, બાલ સાંસ્કૃતિક કાર્યક્રમ, જળઝીલણી મહોત્સવ અને બહેનો દ્વારા ભજન કીર્તન વગેરે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું. આ સમગ્ર ઉત્સવમાં દરરોજ ખૂબ મોટી સંખ્યામાં હરિભક્તો લાભ લેતા હતા.
પૂજ્ય ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ પણ ઓડિયો વિજ્યૂઅલ માધ્યમથી શ્રી ગણેશ મહોત્સવનો મહિમા સમજાવી આશીર્વચન પાઠવ્યા હતા.
આ શ્રી ગણેશ મહોત્સવમાં સવાનાહ ઉપરાંત પુલર, સ્ટેટ બોરો, મેકન બૃન્શ્વિક, અને જ્યોર્જિયા સ્ટેટના વિવિધ વિસ્તારોમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તજનોએ લાભ લીધો હતો.
Shree Swaminarayan Sanatan Mandir Savannah, located in America, is a center of faith for Gujarati and other Indian communities living in Georgia. Here in Sanatan Mandir every festival of Hindu Sanatan Dharma is celebrated with great divinity and grandeur. This Ganeshotsav was also celebrated with devotion in the presence of Pujya Bhaktivendatdasji Swami and Pujya Sarvamangaldasji Swami with the inspiration of Param Pujya Guruvarya Shree Madhavapriyadasji Swami.
Mr. Kamleshbhai Patel took advantage of this as the chief host. The Ganeshotsav lasted for ten days, in which Kirtan Bhakti, discourses by saints, children’s cultural program, Jalzeelani Mohotsav and Bhajan Kirtan were organized. A very large number of devotees took advantage of this entire festival every day.
Reverend Guruvarya Shree Madhavapriyadasji Swami also explained the glory of Shree Ganesh Mahotsav through audio visual medium and gave blessings.
A large number of devotees from Puller, State Borough, Macon Brunswick, and various parts of the State of Georgia, besides Savannah, benefited from this Shree Ganesh Mahotsav.