Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Empowered By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Shree Ganesh Festival, Savannah

With the inspiration and guidance of Sadguruvarya Shastri Shree Madhavpriyadasji Swami, Shree Ganesh festival was celebrated at Savannah, new branch of SGVP. 
Devotees in large number took the benefit of this pious festival and participated in daily Maha-poojan and Arati of Shree Ganeshji.    
સદ્ગુરુવર્યશાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી, શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપીની નૂતન શાખા અમેરિકા-જ્યોર્જિયા રાજ્યના બીગ સીટી સવાનાહ ખાતે શ્રીગણેશોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો.
સાત દિવસ સુધી દરરોજ સાંજે ગણપતિ મહારાજનું ષોડશોપચાર સાથે મહાપૂજન અને આરતિનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જ્યોર્જિયા સ્ટેટમાં વસતા ગુજરાતીઓ અને અન્ય ભાષી ભારતીય ભકતોએ ભાગ લીધો હતો.
 સાડા સાત ફૂટની વિશાલકાય ગણપતિ મહારાજના સ્વરુપનું વૈદિક વિધિ સાથે ષોડશોપચાર પૂજન મહાઆરતિનો કાર્યક્રમ અમેરિકામાં પ્રથમ વખત જોવા મળ્યો હતો.
હિન્દુ ધર્મમાં કોઇપણ શુભ કાર્યમાં ગણપતિ મહારાજનું પૂજન કરવામાં આવે છે. તેમાંય ભાદરવા શુદ ચોથના દિવસે મંગળવાર આવતો હોઇ તેને અંગારિક કહેવાય છે. આ દિવસે ગણપતિ દાદાની આરાધના ઉપાસના અને પૂજા પાઠ કરવાથી વધુ ફળદાયી નીવડે છે. હિન્દુ ધર્મમાં ગણેશજી વિઘ્નહર્તા અને સિદ્ધિના સ્વામી મનાય છે. સાક્ષાત પ્રણવ સ્વરુપ છે.
ગણેશોત્સવના અંતિમ દિવસે સનાતન મંદિરના પરિસરમાં આવેલ વિશાળ સરોવરમાં વાજતે ગાજતે ગણપતિ બાપ્પા મોરિયાના નાદ સાથે ગુલાલની છોળો ઉડાડતા ગણપતિ દાદાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
Glimpse

Achieved

Category

Tags