Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Empowered By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Shree D K Shah – Shraddhanjali Sabha – 2021

Photo Gallery

Shree D K Shah – Shraddhanjali Sabha

SGVP ગુરુકુલના સન્નિષ્ઠ ટ્રસ્ટી શ્રી ધીરજલાલ કેશવલાલ શાહ (ડી.કે. શાહ) તાજેતરમાં તા.૨૮ જાન્યુઆરી પુનમના દિવસે ભગવત્ સ્મરણ સાથે ૮૮ વર્ષની ઉમરે અક્ષરનિવાસી થતાં, અમદાવાદ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, મેમનગર ખાતે તા. ૩૧ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી, પુરાણી શ્રી હરિસ્વરુપદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં ઓન-લાઇન શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવેલ.
કાર્યક્રમની શરુઆતમાં ઋષિકુમારો દ્વારા વૈદિક મંત્રોના ગાન બાદ, પૂજ્ય સ્વામીજી, પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી, પુરાણી શ્રી હરિસ્વરુપદાસજી સ્વામીએ તથા અન્ય સંતોએ શ્રી ડી. કે. શાહની ચિત્ર પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

ત્યારબાદ વડતાલ પીઠાધિપતિ પ.પૂ.ધ.ધુ. ૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ, રાજકોટ ગુરુકુલના મહંત શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી, જુનાગઢ ગુરુકુલથી પુરાણી શ્રી જ્ઞાનસ્વરુપદાસજી સ્વામી, મુંબઇવાસી અને SGVP ગુરુકુલના ટ્રસ્ટી શ્રી નવીનભાઇ દવે, શ્રી હરીન્દ્રભાઇ વેણી, દેરડીથી શ્રી મધુભાઇ દોંગા, વગેરેએ શ્રી ડી.કે. શાહને ઓનલાઇન શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમના કુટુંબીજનોને આશ્વાસન આપેલ.
આ પ્રસંગે પુરાણી શ્રી બાલકૃ્ષ્ણદાસજી સ્વામીએ અમદાવાદ-મેમનગર ગુરુકુલના પ્રારંભમાં નવનિર્મિત પ્રાર્થનાખંડમાં મૂર્તિ પ્રતિષ્ઠા પ્રસંગે શ્રી ડી.કે. શાહે યજમાન પદે જે સેવાનો લાભ લીધેલ તે વાત કરી જણાવ્યું હતું કે સંપત્તિ તો કેટલાયને મળે છે પણ સત્સંગ મળવો દુર્લભ છે, ડી.કે. શાહને તો બંને મળ્યા હતા.
પૂજ્ય સ્વામીજીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરતા જણાવ્યું હતું કે શ્રી ડી.કે. શાહ તો ઉનાના પ્રતિષ્ઠિત ગણેશ
શેઠના પરિવારના હતા. ગુરુકુલના તમામ ઉત્સવ સમૈયાઓમાં તેઓની અનેરી સેવા રહી છે. શ્રીમંત થવું સહેલુ છે પણ સેવક થવુ અઘરું છે, આ બંને ગુણો Shree ડી.કે. શાહમાં હતા.
SGVP ગુરુકુલના કેટલાય મૂંઝવણભર્યા અને અઘરા પ્રશ્નોમાંથી તેણે માર્ગ કાઢ્યો છે. તે ભૂલાય તેમ નથી. શ્રી ડી.કે. શાહ જવાથી તેના કુટુંબીઓને તો ખોટ પડી છે પણ SGVP ગુરુકુલ અને સારાયે સંપ્રદાયને ન પુરાય તેવી ખોટ પડી છે. ભગવાન શ્રી સ્વામિનારાયણ તેના કુટુંબીજનોમાં તેમના પુત્ર શ્રી સુકેતુભાઇ, શ્રી દિપકભાઇ વગેરે પરિવારજનોને ધીરજ અને બળ અર્પે એજ પ્રાર્થના છે.

Achieved

Category

Tags