ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા સદ્ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના પાવન સાનિધ્યમાં અને હજારો હરિભક્તો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં તા. ૨૯ ઑકટોબર, ૨૦૨૩ ના રોજ SGVP અમદાવાદ કહતે શરદ પૂર્ણિમા મહોત્સવ ભવ્ય અને ભક્તિમય વાતાવરણમાં ઉજવવામાં આવ્યો હતો.
શરદોત્સવના પ્રારંભે ઠાકોરજી અને સદ્ગુરુ સંતોનું પૂજન કરવામાં આવ્યું હતું. પૂજ્ય સ્વામીજી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા ઉપસ્થિત મહાનુભાવોએ આરતિ ઉતારી કાર્યક્રમની શરુઆત કરાવી હતી.
આ પુનિત દિવસે મેમનગર ગુરુકુલ વિદ્યાર્થીઓએ મણિયારો તથા SGVP ગુરુકુલ હોસ્ટેલના વિદ્યાર્થીઓએ વિવિધ રાસની રમઝટ બોલાવી હતી.
આપ્રસંગે ગુરુકુલ હોસ્પિટલના સેવાભાવી ડો.અમીતભાઇ ચિતલિયાએ SGVP હોલિસ્ટિક હોસ્પિટલમાં બાળકોની સારવાર માટે નવા પ્રારંભાયેલા સોપાન અંગે સૌને માહિતી આપી
આ પ્રસંગે શ્રી વી. એસ. ગઢવી સાહેબ, ગુરુકુલના ટ્રસ્ટી શ્રી ઢોલરિયા સાહેબ, વિપુલભાઈ ગજેરા, દકુભાઇ કસવાળા, ઝાલાવાડિયા બંધુઓ, જતીનભાઇ પટેલ, જસુભાઇ પટેલ, આર.પી. પટેલ (વિશ્વ ઉમૈયા ફાઉન્ડેશન, જાસપુર), ગણેશજી યાદવ, કાંતિભાઇ રામ, હસમુખભાઇ ગઢિયા વગેરે મોટી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
અંતમા દૂધપૌઆનો પ્રસાદ ગ્રહણ કરી સૌ છૂટા પડ્યા હતા.