શરદપૂર્ણિમાને રાત્રે ચંદ્રદેવ સોળેકળાએ ખીલે છે અને તેના પ્રકાશ દ્વારા અમૃતવર્ષા કરે છે. ધર્મશાસ્ત્રમાં વર્ણીત કથાઓ અનુસાર દેવી-દેવતાઓનું પ્રિયપુષ્ય બ્રહ્મકમળ આજ રાત્રીએ ખીલે છે
SGVP ગુરુકુલ રીબડા (રાજકોટ)ના આંગણે પણ આ શરદઋતુની રઢિયાળી રાત્રિમાં આ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. પરમ પૂજ્ય ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પરમ પૂજ્ય વાત્સલ્યમૂર્તિ શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના પાવન સાનિધ્યમાં ૩૧ ઓક્ટોબર, ૨૦૨૩ના રોજ આયોજિત આ કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રી બળવંતરાય જાની સાહેબે (કુલપતિશ્રી, ઉદયપુર યુનિ.) પોતાના અનુભવના પ્રસંગોનું વર્ણન કર્યું હતું.
આ કાર્યક્રમમાં વિવિધ રાસની રમઝટ તેમજ વિવિધ નૃત્યોની પ્રસ્તુતિ સાથે સુંદર મશાલ રાસની પણ રજૂઆત કરવામાં આવી હતી. વિધાર્થીઓ વચ્ચે WELL DRESS અને WELL PLAYED ના એવાર્ડ થી નવાજવામાં આવ્યા હતા.
પૂજ્ય સ્વામીજીએ ભક્તિ સંપ્રદાયમાં ઉત્સવોની વિશિષ્ટતા સમજાવી શરદ પૂર્ણિમાના ઉત્સવનો મહિમા સમજાવ્યો હતો.
અંતમાં ઉત્સવમાં ઉપસ્થિત ભક્તોએ દૂધ પૌવાનો પ્રસાદ લીધો હતો.