શરદઋતુની રાત્રિઓને ‘‘ શરદોત્ફુલ્લ રાત્રિઓ ’’ કહેવાય છે. શ્રીમદ્ ભાગવતના દશમ સ્કંદમાં ભગવાન શ્રી કૃષ્ણે યમુનાજીની પુલિંદમાં શરદપૂર્ણિમાએ મહારાસની રચના કરી હતી. શાંત અને પવિત્ર વાતાવરણમાં ભગવાન શ્રી કૃષ્ણે જયારે બંસીનાદ કર્યો ત્યારે વૃંદાવન ખરેખર ઘેલું થયું હતું. શરદપૂર્ણિમાની રાસ લીલા એ ‘મદનમાનભંગ લીલા’ છે.વળી શરદપૂર્ણિમાએ ભગવાન શ્રી સ્વામિનારાયણ પંચાળામાં પાંચસો પરમહંસો સાથે રાસ રમ્યા હતા.આજ દિવસે અક્ષરમુક્ત શ્રી ગુણાતીતાનંદ સ્વામી જન્મ દિવસ છે.‘આપણા ભારતીય હિન્દુ તહેવારોના મૂળ ભગવાન નારાયણ સાથે જોડાયેલ છે. તેને ક્યારેય કાળ પણ ખાઇ શકતો નથી.’ઉપરોકત શબ્દો સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ શરદપૂર્ણિમાની નવલી રાતે શરદોત્સવના પ્રારંભ પ્રસંગે દિપ પ્રાગટ્ય કરી ઉચ્ચાર્યા હતા.
એજીવીપી ગુરુકુલના સહજાનંદ મેદાનમાં વિશાળ સંખ્યામાં ભાવિકોની વચ્ચે રામ શ્યામ અને ઘનશ્યામ મહારાજની સાનિધ્યમાં દિવ્ય શરદોત્સવ ઉજવાયો હતો.સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી, સદ્ગુરુપૂજય પુરાણી સ્વામી શ્રી ભકિતપ્રકાશદાસજી સ્વામી,પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી ,પુરાણી શ્રી શ્રીહરિદાસજી સ્વામી તથા તમામ સંતોએપ્રથમ આરતિ ઉતારી હતી.ત્યારબાદ ખાસ સુરેન્દ્રનગરથી આવેલ રાસમંડળીએ ગોપરાસ, કાઠિયાવાડી રાસ અને લાઠીના દાવ કરી સૌ કોઇને આનંદ કરાવ્યો હતા. ત્યારબાદ ગુરુકુલ અમદાવાદના વિદ્યાર્થીઓ દ્વારા લેવાએલ મણિયારો તથા અન્ય રાસે રસ જમાવ્યો હતો. સંતો પાર્ષદોના પરમહંસીય રાસ પણ સહુએ માણ્યો હતો.આ પ્રસંગે ગુરુકુલ દ્વારા પુરાણી શ્રી હરિદાસજી સ્વામી લિખિત ‘અમૃત કુંભ’ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પૂ.માધવપ્રિયદાસજી સ્વામીએ વધુમાં જણાવ્યું હતું કે આજનો દિવસ સમસ્ત ભારત માટે અતિ આનંદ, ઉત્સાહ અને રાસનો દિવસ છે. ભગવાન શ્રી કૃષ્ણે વૃંદાવનમાં ગોપીઓ સાથે શરદપૂર્ણિમાના પુનિત પર્વે ગોપીઓ સાથે રાસ લઇ ગોપીઓને અમર બનાવી દીધી છે. ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં રસરાજ છે. તેનો રસ ક્યારેય નિરસ થતો નથી.દુનિયાના રસ શરુઆતમાં સારા લાગે પછી ખારા થઇ જાય છે. ભગવાન શ્રી હરિ રસમૂર્તિ છે. તેમને વિશેષમાં જણાવ્યું હતું કે આજે અક્ષરમૂર્તિ સદ્ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીનો પણ જન્મ દિવસ છે. ભગવાન જયારેઆ બ્રહ્માંડમાં પધારે છે ત્યારે એકલા પધારતા નથી પણ મુકતો સાથે પધારે છે. પરબ્રહ્મ ભગવાન શ્રી સહજાનંદ સ્વામી સાથે અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી પણ પધાર્યા છે.આ પ્રસંગે પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે આગામી પૂ.જોગી સ્વામીના ૧૦૮ જન્મ દિન નિમિત્તે ઉજવાનારા ભવ્ય અને દિવ્ય સદ્ગુરુ મહોત્સવમાં ભાવિક ભકતો ખાસ પધારે તેવું ભાવભર્યું આમંત્રણ આપ્યું હતું.
આ પ્રસંગે ગુરુકુલના ટ્ર્સ્ટી શ્રી નવિનભાઇ દવે, કાંતિભાઇ ગાંધી, ડી.કે.શાહ, મધુભાઇ દોંગા, ચીફ ઇન્કમટેક્સ કમિશ્નર શ્રી કાબરા, એરપોર્ટ ઓફિસર શ્રી ગૌરાંગ નથવાણી, શ્રી વી.પી.પટેલ કલેક્ટર શ્રી વિનુભાઇ રાદડિયા,શ્રી ચીમનભાઇ અગ્રવાલ, જજ શ્રી ઢોલરિયા સાહેબ, તેમજ નાઘેર, ખાખરીયા વગરે પ્રદેશના ગામડાંઓ ઉપરાંત રાજકોટ, સુરત, વડોદરા, હિંમતનગર, મુંબઈ વગેરે સ્થાનોએથી મોટી સંખ્યામાં ગુરુકુલ પરિવારના ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા.અંતમાં સૌએ દૂધપૌઆનો પ્રસાદ લીધો હતો.
Picture Gallery