100% સાથે
SGVP ઇન્ટરનેશનલ સ્કુલનું
ધો. 10 અને 12 સાયન્સનું ઝળહળતું પરિણામ
અમદાવાદ 18, શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્, છારોડી – SGVP ઇન્ટરનેશનલ સ્કુલ ખાતે ICSE અને ISC બોર્ડ 2015 નું સતત દસમા વર્ષે પણ ધો. 10 અને 12 સાયન્સનું પરિણામ 100% આવેલ છે. જેમાં ધો. 10 સાયન્સમાં કુલ 102 વિદ્યાર્થીઓ અને ધો. 12 સાયન્સમાં કુલ 35 વિદ્યાર્થીઓ બેઠા હતા. આ બધાજ વિદ્યાર્થીઓ સફળતા પૂર્વક ઉત્તિર્ણ થયા હોવાને કારણે ગુરુકુલનાં અધ્યક્ષ પ. પૂ. શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પૂ. પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી તેમજ આ સ્કુલનાં ડાયરેક્ટર શ્રી જયદેવભાઇ સોનાગ્રા અને આચાર્ય શ્રી સુનિતાબેન સિંઘે શુભાશીર્વાદ સાથે અભિનંદન પાઠવ્યા હતા.
ધો. 10 માંં પ્રથમ, દ્વિતીય અને તૃતિય શ્રેણીથી ઉત્તિર્ણ થયેલ વિદ્યાર્થીઓ
(1) યશ કે. પટેલ (90.50%) (2) પંચશીન એસ. ગનેરીવાલ (88.30%)
(3) ધનંજય આર. બોડા (87.70%) (3) યશકુમાર એસ. પટેલ (87.70%)
ધો. 12 માંં પ્રથમ, દ્વિતીય અને તૃતિય શ્રેણીથી ઉત્તિર્ણ થયેલ વિદ્યાર્થીઓ
(1) ભવ્ય યુ. વખારિયા (90.50%) (2) શ્યામ એસ. અઘારા (81.60%) (3) ઝંકાર એ. શાહ (81.20%)