Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Empowered By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Satsang Sadhana Shibir Rushikesh – 2022

Photo Gallery

Day 1
ગુરુવર્ય સ્વામી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી અને પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં ઋષિકેશ ખાતે લાભ પાંચમના શુભ દિવસે ગંગા નદીને કિનારે પરમાર્થ નિકેતનના પરિસરમાં સત્સંગસાધના શિબિરનો પ્રારંભ થયો. જેમા સંતો સાથે ૧૫૦૦ જેટલા દેશ અને વિદેશના હરિભક્તો પણ જોડાયા છે. પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામી ઋષિકેશ પરમાર્થ નિકેતનમા પધારતા આશ્રમના અધ્યક્ષ પૂજ્ય મુનિજી ભાવભર્યું સ્વાગત કર્યું હતું.

શિબિરના પ્રથમ દિવસે, પૂજ્ય સ્વામીજી અને પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામી સાથે પરમાર્થ નિકેતનના અધ્યક્ષ પૂજ્ય મુનિજી ચિદાનંદ સરસ્વતીજી મહારાજના હસ્તે દીપપ્રાગટ્ય થયું હતું. જેમાં કેન્યાથી કાનજીભાઇ વરસાણી, દેવજીભાઈ દબાસિયા, રામજીભાઇ ડાભી, યુકેથી ગોવિંદભાઇ કેરાઈ વગેરે પણ જોડાયા હતા.

સાધના શિબિરના પ્રારંભે નવા વર્ષના સ્નેહમિલનમાં સંતોએ શિબિરાર્થીઓને રક્ષાસૂત્ર બાંધી મોં મીઠું કરાવ્યુ હતું. પૂજ્ય મુનિજીએ આશીર્વચનમાં શિબિરાર્થીઓને સાધના શિબિરમાં આંતર ખોજ કરી પોતાની ખામીઓ દૂર કરી પરસ્પર પ્રેમથી જોડાવાની ભલામણ કરી હતી.

પૂજ્ય સ્વામીજીએ જણાવ્યુ હતું કે ભગવાનમાં સ્નેહ થવા માટે ભક્તમાં પરસ્પર સ્નેહ થવો અનિવાર્ય છે, તે જ સાચું સ્નેહ મિલન છે. સતસંગને સાધનામય બનાવી ઇંદ્રિયોના અશ્વોની લગામ પરમાત્માના હાથમાં સોપશુ ત્યારેજ સાધક જીવન સાર્થકતા તરફ ગતિ કરશે.

પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામીએ પણ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ દ્વારા સાધકોના જીવન ઉત્કર્ષ માટે મળેલ સત્સંગ સાધના શિબિર જેવી અણમોલ ભેટમળી છે તેમાં પવિત્ર ગંગા નદીના કિનારે, હિમાલયની ગોદમાં, ઋષિકેશ જેવી સાધના ભૂમિમાં પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામી જેવા સદગુરુના માર્ગદર્શનમાં જીવનને વધુ ઉજ્જવળ બનાવી શ્રીજીમહારાજના રાજીપાનું પાત્ર બનાવવાની ટકોર કરી હતી.

Achieved

Category

Tags