Photo Gallery
Param Pujya Shastriji Maharaj Shree Dharmajivandasji Swami had given many gifts to the Sampraday but one of the unique gifts that he gave to revive and uplift our Satsang and Spiritual life is Satsang Sadhna Shibir- Rishikesh. In the pious company of Ganga and Himalayas, a seeker who is seeking God and wants to get uplifted in his spiritual journey get everything needed through such Shibirs.
Based on the inspiration of Pujya Guruvarya Shastri Shree Madhavpriyadasji Swami, blessings from Pujya Purani Swami Shree Bhaktiprakashdasji Swami and in the pious company of Pujya Purani Shree Balkrishnadasji Swami this year between 18th to 24th Oct., 2019 a Satsang Sadhna Shibir was organised in Parmarthnikitan in Rishikesh. Many devotees from abroad and various places in India had participated.
This year’s sessions in Shibir were based on Vachanamrut to mark the forthcoming celebration of bicentenary year of Vachanamrut in November at Vadatal. Pujya Madhavpriyadasji Swami explained Sarangpur 11 Vachanamrut in more detail and his discourses were based on this particular Vachanamrut. Pujya Swamiji also explained the significance of Mansi Pooja in great length and how it can uplift our lives if it is done properly in our day to day life.
Everyday there was a question/answer session based on the Vachanamrut, which was very insightful, interesting and satisfactory to participants as it helped to clear some complicated concepts encapsulated in the scripture.
The Head and founder of Parmarthniketan, Pujya Muniji Maharaj also enlightened devotees through his pious company and speeches in various sessions. Pujya Balkrishnadasji Swamiji also gave blessings in various sessions in his unique way.
During the Shibir in the afternoon after the Abhishek of Thakorji all devotees took part in the Ganga Snan and in evenings in the pious company of Muniji all devotees took part in the Ganga Aarti.
On the last day, PPDD Acharya Shree Rakeshprasadji Maharaj also graced the occasion with his telephonic blessings.
To enlighten devotees, various other celebrations such as Thakarthali, Rangotsav, group Sabha and a separate session for ladies in the pious company of Sadhvi Bhagwatiji were also organised.
સત્સંગ અને સાધના માટે પરમ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીની અનોખી ભેટ એટલે સત્સંગ સાધના શિબિર – ઋષિકેશ. રોજીંદી દુન્યવી વ્યવહારથી અલિપ્ત થઇ હિમાલયની ગોદમાં પતિત પાવની ગંગા નદીને કિનારે, મુમુક્ષુને અધ્યાત્મ માર્ગે નવી પ્રેરણા અને સાધનાનું ભાથું જ્યાં મળી રહે તે સત્સંગ સાધના શિબિર.
ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી, પૂજ્ય પુરાણી સ્વામી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામીના આશીર્વાદ અને પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના સાનિધ્યમાં ઋષિકેશમાં પરમાર્થ નિકેતન ખાતે ૧૮ થી ૨૩ ઓક્ટોબર, ૨૦૧૯ દરમ્યાન સત્સંગ સાધના શિબિરનું આયોજન થયું હતું. જેમાં ગુરુકુલ પરિવારના સંતો સાથે ગુજરાત ઉપરાંત મુંબઈ, દિલ્હી વગેરે શહેરો અને વિદેશથી હરિભક્તો સામેલ થયા હતા. આગામી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષ્યમાં, આ સત્સંગ સાધના શિબિરમાં વચનામૃતના સમૂહ પાઠ ઉપરાંત યુવાન સંતો દ્વારા વચનામૃત આધારિત વિવિધ વિષયો ઉપર પ્રવચનો આપવામાં આવ્યા હતા. પૂજ્ય સ્વામીજીએ સારંગપુરના ૧૧ માં વચનામૃતના આધારે ઊંડાણપૂર્વક વિવિધ મર્મો સમજાવી માનનીય કથા વાર્તા કરી હતી. સંપ્રદાયમાં પ્રસિદ્ધ પાંચ માનસી પૂજાનું પૂજ્ય સ્વામીજીએ મુમુક્ષુ સાધકોને ઉપયોગી થાય તે રીતે સુંદર નિરૂપણ કર્યું હતું. અને દરરોજ પૂજ્ય સ્વામીજી સાથે વચનામૃત આધારિત પ્રશ્નોત્તરીનું આયોજન દરેક શિબિરાર્થીઓ માટે ખુબ જ સંતોષદાયક અને ઉપયોગી રહ્યું હતું.
પરમાર્થ નિકેતનના અધ્યક્ષ પૂજ્ય મુનીજી મહારાજે પણ પ્રસંગોપાત પધારી પ્રેરણાત્મક ઉદ્બોધન કર્યું હતું. પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ પણ પ્રાસંગિક આશીર્વચન પાઠવ્યા હતા.
શિબિર દરમ્યાન દરરોજ બપોરે ઠાકોરજીના અભિષેક બાદ ગંગા સ્નાન અને સાંજે પૂજ્ય મુનીજીના સાનિધ્યમાં ગંગા આરતીમાં પણ સૌ શિબિરાર્થીઓએ ભાગ લઇ ધન્યતા અનુભવી હતી.
વડતાલ પીઠધિપતિ પ.પૂ.ધ.ધૂ. આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજે પણ ટેલિફોનિક માંધ્યમથી સૌ શિબિરર્થીઓને આશીર્વચન પાઠવ્યા હતા.
શિબિરમાં રંગોત્સવ, ઠાકર થાળી, સંતો સાથે ગૃપ સભા, સાધ્વી ભગવતીજીના સાનિધ્યમાં મહિલા મંચ, વગેરે આયોજનો પણ શિબિરાર્થીઓ માટે ખુબ જ આનંદ વર્ધક રહ્યા હતા..