સત્સંગ બાલ શિબિર – પરમ પૂજ્ય સદ્ગુરુવર્ય શીસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા તથા પરમ પૂજ્ય સદ્ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન મુજબ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ (SGVP) અમદાવાદ ખાતે તારીખ ૧ થી ૭ મે, ૨૦૧૪ દરમિયાન સત્સંગ બાલ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિર બાળકો તથા બાલિકાઓ એમ બે વિભાગમાં યોજવામાં આવી હતી. જેમાં ૩૫૦ જેટલા બાળકોએ લાભ લીધો હતો.
શિબિર દરમિયાન બાળકોને સંતો દ્વારા તથા બાલિકાઓને સાંખ્યયોગી બહેનો દ્વારા સત્સંગની – દંડવત, પૂજા, વંદન, શાસ્ત્રવાંચન આદિ ધાર્મિક ક્રિયાઓ, તથા માતા-પિતાની સેવા, વડીલોને આદરભાવ વગેરે સંસ્કારલક્ષી કેળવણી આપવામાં આવી હતી. એ ઉપરાંત બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ખીલવતી વક્તૃત્વ, રંગપૂરણી, એક પાત્રીય અભિનય જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કર્યું હતું. તથા ગુરુકુલમાં રહેલી સ્વીમીંગ, હોર્સ રાઈડીંગ, ક્રીકેટ, ફુટબોલ વગેરે રમતોના મેદાનોની સુવિધાઓના ઉપયોગ દ્વારા બાળકોએ ખૂબ જ આનંદ કર્યો હતો.
આ શિબિરમાં પરમ પૂજ્ય સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પરમ પૂજ્ય સદ્ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ અવારનવાર પધારી બાળકોને હળવી શૈલીમાં વાર્તાઓ દ્વારા બોધ આપ્યો હતો. તથા વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા બાળકોને ઇનામ અર્પણ કર્યા હતા.
Picture Gallery