Photo Gallery
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિસ્થાનમ્ અમદાવાદની શાખા શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રીબડા (રાજકોટ) ખાતે શાસ્ત્રી માધવપ્રીય દાસજી સ્વામી તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી તેમજ ધર્મવત્સલદાસજી સ્વામીની આગેવાનીમાં, ૧૮ થી ૨૦ મે, ૨૦૨૩ દરમ્યાન, સંસ્કાર સભર બાલશિબિરનુ આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં રાજકોટ તેમજ ગુંદાસરા, રિબ, ઢોલરા, પારડી, કાંગસિયાળી, વાવડી વગેરે ગામોમાંથી ૧૫૦ ઉપરાંત વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થિનીઓ જોડાયા છેં. બાલ શિબિરાર્થીઓને સવારના પૂજાપાઠ ઉપરાંત ક્રિકેટ, ફૂટબૉલ, સ્વિમિંગ, ઘોડેસવારી, વગેરે શારીરિક, માનસિક અને બૌધિક વિકાસને અનુલક્ષી મૈદાની રમતો પણ શીખવાડવામાં આવે છે.
શિબિરની પૂર્ણાહૂતિ પ્રસંગે ની આગેવાની નીચે બાળકોએ સંગીતનો કાર્યક્રમ રજુ કયો હતો. તથા બાલિકાઓએ પણ જુદા જુદા કાર્યક્રમો રજુ કર્યા હતા.
ભૂદેવોના મંગળ વેદગાન સાથે, તમામ ૧૫૦ બાળકો પોતાના માતા પિતા સમક્ષ પૂજાપાના સામાન સાથે સામે બેસી, માતા પિતાના ચરણ ધોઇ, તેનું આચમન કર્યા બાદ ભાલે ચંદનથી અર્ચા કરી પૂજન કરેલ. ત્યાર બાદ બાળકોએ માતા પિતાની આરતિ ઉતારી, પ્રદક્ષિણા કરી દંડવત પ્રણામ કર્યા ત્યારે ખરેખર આ દ્રશ્ય અદ્ભૂત અને ભાવવાહી હતું.
પૂર્ણાહુતિ પૂર્વે બાળકોની સભામાં, સત્સંગ પ્રચારાર્થે વિચરણ કરી રહેલ ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ ટેલિફોનથી આશીર્વાદ પાઠવતા જણાવ્યું હતું કે ક્રિકેટર થવુ હોય તો આદર્શ તરીકે ધોનીને અને વૈજ્ઞાનિક થવુ હોય તો અબ્દુલ કલામને આદર્શ તરીકે રાખવા. અને બિજનેસમેન થવુ હોય તો રતન તાતાને અને ભકિતવાન અને શક્તિવાન થવુ હોય તો હનુમાનજી મહારાજને આદર્શ તરીકે રાખવા. હનુમાનજી મહારાજ તો ભક્તિ અને શક્તિનો ભંડાર છે.
સ્વામીજીએ આ પ્રસંગે હનુમાનજી અને પનોતીની વિગતથી વાત કરી હતી ભગવાનનું નામ સ્મરણ કરે તેને પનોતી નડતી નથી.
બાલશિબિર સંચાલનમાં શાસ્ત્રી દર્શનપ્રિયદાસજી સ્વામી તથા શાસ્ત્રી સર્વમંગલદાસજી સ્વામી, શાસ્ત્રી હરિનંદનદાસજી સ્વામી, શાસ્ત્રી ઋષિકેશ સ્વામીની આગેવાની સાથે કાંતિભગત, તુષારભાઇ વ્યાસ વગેરે ગુરુકુલ પરિવારના યુવાન સંચાલકો જોડાયા હતા.