Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Empowered By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Satsang Bal Shibir – 2018

Satsang Bal Shibir – 2018

With the inspiration of Pujya Swamiji, Satsang Bal Shibir was oraganised at SGVP during May 12 – 18, 2018 in the holy presence of Purani Swami Shree Bhaktiprakashdasji Swami and Purani Shree Balkrishnadasji Swami. 700 boys and girls participated in this event of Bal Shibir and acquired the traditional knowledge along with activities improving the potentials of kids. Saints and Sankhya Yogis conducted the boys and girls section respectively and all participants enjoyed the Shibir with great fun & pleasure.

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્‌ (SGVP) ખાતે વેકેશન દરમ્યાન તારીખ ૧૨ થી ૧૮ મે, ૨૦૧૮ દરમિયાન બાલ સંસ્કાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. પરમ પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી યોજાયેલ આ શિબિરમાં બાળકોએ અનેક પ્રકારના આયોજનોમાં ભાગ લઇ સત્સંગ સાથે શિક્ષણના સંસ્કાર મેળવ્યા હતા. શિબિરને બાળકો તથા બાલિકાઓ એમ બે વિભાગમાં યોજવામાં આવી હતી. જેમાં ૭૦૦ જેટલા બાળકોએ લાભ લીધો હતો.

સાત દિવસની શિબિર દરમિયાન સત્સંગ દિન, સંસ્કાર દિન, માનવજીવન દિન, સનાતમધર્મ દિન જેવા વિવિધ દિવસોની ઉજવણી કરાઇ હતી. જેમાં જે તે દિવસના વિષયના આધારે અનેકવિધ આયોજનો કરવામાં આવ્યા હતા. ઉપરાંત બાળકોને સંતો દ્વારા તથા બાલિકાઓને સાંખ્યયોગી બહેનો દ્વારા સત્સંગની  પ્રણાલિકાઓ – દંડવત, પૂજા, વંદન, શાસ્ત્રવાંચન, યોગ, પ્રાણાયામ તથા માતા-પિતાની સેવા, વડીલોને આદરભાવ વગેરે સંસ્કારલક્ષી કેળવણી આપવામાં આવી હતી. એ ઉપરાંત બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ખીલવતી વક્તૃત્વ સ્પર્ધા, એક પાત્રીય અભિનય, નૃત્ય, જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કર્યું હતું. ઉપરાંત કેમ્પસમાં રહેલ સ્વીમીંગ, હોર્સ રાઈડીંગ, ક્રિકેટ, ફૂટબોલ વગેરે રમતોના મેદાનોની સુવિધાઓના ઉપયોગ દ્વારા બાળકોએ ખૂબ જ આનંદ માણ્યો  હતો. આ શિબિરમાં પૂજ્ય પુરાણી સ્વામી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામી તથા પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ બાળકોને હળવી શૈલીમાં વાર્તાઓ દ્વારા બોધ આપ્યો હતો તેમજ વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા બાળકોને ઇનામ અર્પણ કર્યાં હતાં. આ શિબિરનું તમામ આયોજન શાસ્ત્રી શ્રી ભક્તિવેદાંતદાસજી સ્વામી, પૂજ્ય વેદાંતસ્વરૂપદાસજી સ્વામી તથા નાના સંતોએ કર્યું હતું. સંતો સાથે વ્યવસ્થાપનમાં ગુરુકુલના સ્વયંસેવકો તથા હરિભક્તો અને બહેનો જોડાયા  હતા.
 

Achieved

Category

Tags