Saints and Rushikumars of Darshanam Sanskrit Mahavidyalay, SGVP secures the first position and acquires the ‘VijayVaijayanti trophy’ among the 540 participants from 33 Sanskrit collages across the State Gujarat, in state level Sanskrit Shastriy competition held at Shree Bhagawat Vidhyapith, Sola (Ahmedabad) organised by state Government & Gujarat Sanskrit Pathashala Shikshak Mandal, Ahmedabad during Nov, 29-30 & 01 Dec., 2018.
ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ, ગાંધીનગર તથા ગુજરાત સંસ્કૃત પાઠશાળા શિક્ષક મંડળ, અમદાવાદના સહયોગથી, શ્રી ભાગવત વિદ્યાપીઠ, સોલાના યજમાન પદે તા. ૨૯-૩૦ નવેમ્બર-૦૧ ડિસેમ્બર ૨૦૧૮ દરમ્યાન યોજાયેલ રાજ્યસ્તરીય શાસ્ત્રીય સ્પર્ધામાં, વ્યાકરણ શલાકા, સાહિત્ય શલાકા, ન્યાય શલાકા, વેદાન્ત શલાકા, પ્રવચન, વગેરે ૨૭ વિષયોની સ્પર્ધામાં ૩૩ પાઠશાળાના ૫૪૦ ઉપરાંત ઋષિકુમારોએ ભાગ લીધો હતો.
સમગ્ર સ્પર્ધા દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલય પ્રથમ સ્થાને આવતા જાણીતા ભાગવત કથાકાર શ્રી ભૂપેન્દ્રભાઇ પંડયાના વરદ હસ્તે વિજય વૈજયંતી એવોર્ડ અર્પણ કરવામાં આવેલ. આ સ્પર્ધામાં એસજીવીપી ગુરુકુલ સંચાલિત દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના ૫ સંતો સહિત ૮ ઋષિકુમારોને ગોલ્ડ મેડલ, એક ઋષિકુમારને સીલ્વર મેડલ અને ૯ ઋષિકુમારોને બ્રોન્ઝ મેડલ મળતા, વિજેતા સંતો અને ઋષિકુમારોને ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી અને પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ અભિનંદન સાથે પ્રોત્સાહિત કર્યા હતા.
પ્રથમ સ્થાને વિજેતા થનાર છાત્રો આગામી જાન્યુઆરીમાં ત્રિપુરા રાજ્યમાં અગરતલા શહેરમાં યોજાતી રાષ્ટ્રિય શાસ્ત્રીય સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.
વિજેતા છાત્રો –
ગોલ્ડ મેડલ
૧.વિશ્વમંગળદાસજી સ્વામી – મીમાંસા
૨.હરિનંદનદાસજીસ્વામી – સાંખ્યયોગ
૩ઋષિકેશદાસજી સ્વામી – મીમાંસા
૪.ધર્મપ્રસાદદાસજી સ્વામી – શાસ્ત્રાર્થ
૫.સ્વામી નિરંજનદાસજી – ગીતા
૬.મયંક ભાયલોત – મયંક શલાકા
૭.પંડ્યા પ્રતિક – સાહિત્ય શલાકા.
૮.ખૂંટ સહજકુમાર – ન્યાય શલાકા
સિલ્વર મેડલ
૧.રાજ્યગુરુ જયદેવ – શાસ્ત્રાર્થ
બ્રોન્ઝ મેડલ
૧આર્ય ઠાકર – અમરકોષ
૨.વ્યાસ સિદ્ધાર્થ – વેદાન્ત
૩.ઋષિ જોષી – કાવ્ય કંઠસ્થ
૪.વૈભવ દેસાઇ – જ્યોતિષ
૫.હરિકૃષ્ણદાસજી સ્વામી – જૈન બૌધ્ધ શાસ્ત્ર
૬. નિરંજન સ્વામી – પ્રશ્નોત્તરી
૭. પંડ્યા પ્રતીક – અન્ત્યાક્ષરી
૮. ભટ્ટ યશ – વેદ પાઠ
૯. જયદેવ રાજ્યગુરુ – પ્રશ્નોત્તરી