પરમ પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને પરમ પૂજ્ય પુરાણીશ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન સાથે આગામી પૂજ્ય પુરાણી સ્વામી સ્મૃતિ મહોત્સવના ઉપક્રમે, મહાત્મા ગાંધીજીના જન્મદિન-ગાંધી જયંતીની પૂર્વ સંધ્યાએ તા. ૦૧ ઓકટોબર, ૨૦૨૩ રવિવારના રોજ સવારે, ગુરુકુલ રોડ વિસ્તારમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ અમદાવાદ, મેમનગર દ્વારા સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ યોજાયો હતો
આ સ્વચ્છતા અભિયાનમાં સુર્યકાંતભાઇ પટેલના માર્ગદર્શન સાથે મેમનગર ગુરુકુલના વિદ્યાર્થીઓ, એસજીવીપી હોસ્ટેલના વિદ્યાર્થીઓ, આચાર્ય અર્જુનાચાર્યના માર્ગદર્શન સાથે દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારો તેમજ બાપુનગર સત્સંગ મંડળ, વગેરે વિદ્યાર્થીઓ-સ્વયંસેવકો સહિત ગુરુકુલના સંતો જોડાયા હતા. જોતજોતામાંતો આખો વિસ્તાર આભલા જેવો ચોકખો કરી નાંખ્યો હતો.
વિદેશ સત્સંગ યાત્રાએ વિચરણ કરી રહેલ પૂ. માધવપ્રિયદાસજી સ્વામીએ ટેલિફોનથી સ્વચ્છતા અભિયનનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે ભારત દેશનું કલંક ગંદકી છે તે આપણે મીટાવવું છે. ખરેખર ભારત દેશ તો ભગવાનના અવતાર દેશ, ઋષિમુનિઓનો દેશ અને દેવોનો દેશ છે. દેવો જેવા પવિત્ર થઇ દેવની પૂજા કરીએ તો દેવો આપણની પૂજા સ્વીકારે છે. માટે આપણાં ધર, આંગણાની સાથે આપણાં શરીર અને મન સ્વચ્છ રાખવા જોઇએ.
આ પ્રસંગે પુરાણી બાલકૃષ્ણ્દાસજી સ્વામીએ જણાવ્યું હતું કે ભગવાન શ્રી સ્વામિનારાયણની આજ્ઞા મુજબ મંદિરો, બાગ બગીચા, જાહેર વિભાગ વગેરે સ્થળે મળ મુત્ર કે થુંકવું પણ નહી. આપણાં ઘર અને વિસ્તારની સ્વચ્છતા એ આપણી આદત બની રહેવી જોઈએ.