Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Empowered By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Republic Day Ceremony – SGVP 2024

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપી ખાતે પરમ પૂજ્ય ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામીના વરદ હસ્તે પ્રજાસત્તાક પર્વે બેન્ડની સુરાવલી સાથે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તમામ શાળાનાં વિદ્યરથીઓ, શિક્ષકો અને સંતો ઉપસ્થિત રહ્યા હતા.

ત્યારબાદ એસજીવીપી સ્કુલ, મેમનગર ગુરુકુલ અને દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓએ ભવ્ય પરેડ તેમજ દેશભકિતના ગીતો અને હેરત પમાડે તેવા અંગ કસરતના દાવો અને યોગના પ્રયોગો અને પીરમીડના પ્રયોગો રજુ કર્યા હતા.

આ પ્રસંગે પૂજ્ય સ્વામીજીએ જણાવ્યું હતું કે ભારતની ભૂમિ વેદોની ભૂમિ છે, ધર્મની ભૂમિે છે, સંસ્કારોની ભૂમિ છે, આચાર્યો અને અવતારોની ભૂમિ છે. સમયે સમયે આ મહાપુરુષો અને અવતારો પ્રગટ થઇ આપણા સંસ્કારોને જાળવવાની શક્તિ પ્રદાન દેતા હોય છે.

ફક્ત રાષ્ટ્રગીત ગાવાથી, સલામી આપવાથી રાષ્ટ્રભકિત પુરી થતી નથી. આપણને દેશે શું આપ્યું એ કરતા આપણે રાષ્ટ્રને શું આપ્યું એ વિચારના અમલમાં રાષ્ટ્રભકિત વ્યકત થાય છે. આપણામાં કર્તવ્ય પાલન, પ્રામાણિકતા, સમજદારી એ સમસ્ત રાષ્ટ્ર માટે સમર્પિત હોય એ જ આપણી રાષ્ટ્રભકિત કહેવાય. જેવી રીતે આપણને અધિકારની ઝંખના હોય છે તેવી જ રીતે કર્તવ્યપાલન પણ થવું જ જોઇએ. દેશને અર્થે પોતાના સર્વસ્વનું બલિદાન કરનારા દેશના રક્ષકોને યાદ કરવા એ આપણી બધાની ફરજ છે.

Achieved

Category

Tags