26 January, 2019 republic day was celebrated by SGVP Gurukul Parivar with patriotic fervour. Students of International school, Darshanam Sanskrit Mahavidyalay and Shree Swaminarayan Gurukul, Ahmedabad combined organised the celebration with parade and other programmes resembling patriotism.
Pujya Purani Shree Balkrishnadasji Swami along with chief guest Shree Harshadbhai Patel (Botswana) and Shree Jaydevbhai Sonagara (Educative director) hoisted the national flag Tiranga and offered salute. It was followed by marvellous parade and patriotic dance & songs. Students also described the importance of republic day. Students securing glittering positions in various fields, were encouraged by Purani Shree Balkrishnadasji Swami and dignitaries.
With the inspiration of Pujya Sadguruvarya Shastri Shree Madhavpriyadasji Swami, since last eleven years, children of martyrs are being honoured and provided with cheques educational aid. This year, 2019 too, 11 girls and 11 boys were honoured with education aid.
Moreover, it was declared by Pujya Swamiji on the event of tribute to Guru Tegbahadursinh Sahib, 26 Dec 2019, to honour and to provide educational aid to two Shikh martyrs, in the memory of sacrifice of two children of Guru Tegbahadursinh Sahibji. Executing this declaration, two children of Shikh martyrs were also honoured. And this will continue in future also.
Pujya Swamiji had addressed, by telephonic way from Prayagraj, Kumbha Mela and blessed for true nationalism.
Pujya Swamiji had hoisted the national flag and offered salute, with HH Mahamandaleshwar Avadheshanad Giriji Maharaj at Kumbhamela, Prayagraj.
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ SGVPના પ્રાંગણમાં ૨૬ જાન્યુઆરીનું પ્રજાસત્તાક પર્વ ધામધુમથી ઉજવવામાં આવ્યું હતું. વહેલી સવારે ૮-૧૫ કલાકે પરમ પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી, શ્રી હર્ષદભાઇ પટેલ (બોત્સવાના), શ્રી જયદેવભાઈ સોનાગરાના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.
ત્યારબાદ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, અમદાવાદ, SGVP ઇન્ટરનેશનલ સ્કુલ, દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારોએ માર્ચ પાસ્ટ કરી રાષ્ટ્ર ધ્વજને સલામી આપી હતી.
ત્યારબાદ SGVP ઇન્ટરનેશનલ સ્કુલના બાળકોએ દેશ ભક્તિના ગીતો સહિત નૃત્યો રજૂ કર્યા હતા. શાળામાં વિશિષ્ટ પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહેનારા તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા..
જે આ પ્રસંગે જયદેવભાઈ સોનાગરાએ આપણો ભારત દેશ આઝાદ થયા પહેલા ભારતની સ્થિતિની વાત કરી, આઝાદી અપાવવા ગાંધીજી, સરદાર વલ્લભભાઇ પટેલ,વગેરે નેતાઓએ બલિદાન આપ્યા તેની વાત કરી હતી
કુંભમેળામાં ભાગ લેવા પ્રયાગરાજ ગયેલા સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ ફોન દ્વારા જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીજી, જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઇ પટેલ, સુભાષચંદ્ર બોઝ, ભગતસિંહ વગેરેને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ. શહીદોની સાથે ભારતની સંત શક્તિને પણ યાદ કરવી જોઈએ. એમણે ધર્મ અને સંસ્કૃતિ માટે સમગ્ર સંસાર કુરબાન કરી દીધો છે.
જે સૈનિકોએ દેશના રક્ષણ માટે પોતાના જીવના બલિદાન આપ્યા છે એવા જવાનોના સમર્પણને યાદ કરી ભગવાનના પ્રસાદ સ્વરૂપે શહિદોના ૨૨ સંતાનોમાં – ૧૧ દિકરા અને ૧૧ દિકરીઓને શૈક્ષણિક સહાય રુપે ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. છેલ્લા અગીયાર વર્ષોથી એસજીવીપી દ્વારા આ રીતે શહીદ સૈનિકોનાં પરિવારને શૈક્ષણિક સહાય આપવામાં આવે છે. ઉપરાંત તાજેતરમાં શીખ ગુરુ તેગબહાદુર સિંહજીના કુરબાની દિવસે ગ્રંથી સાહેબ અને અન્ય શીખ આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયેલ સભામાં પૂજ્ય સ્વામીજીએ જાહેર કર્યા મુજબ હિન્દુ ધર્મના રક્ષણ માટે શહીદ થયેલ ગુરુ તેગબહાદુર સાહેબના બે નાના પુત્રોની કુરબાનીની યાદમાં શહીદ શીખ સૈનિકોનાં બે સંતાનોનું સન્માન કરી તેમના શિક્ષણ માટે સહાયના ચેક પણ અર્પણ કરવામાં આવ્યા હતા. અને આ પરંપરા દરવર્ષે ચાલુ રાખવામા આવશે.
આ પ્રસંગે પુરાણી બાલકૃ્ષ્ણદાસજી સ્વામીએ જણાવેલ કે શહિદોની કુરબાનીઓને યાદ કરવાની સાથે સાથે સ્વચ્છતા, સ્વસ્થતા, પ્રમાણિકતા, સમજદારી અને સમર્પણ એ પણ દેશ ભક્તિના ઉદાહરણો છે.
પ્રયાગરાજ, કુંભ મેળામાં પણ પૂજ્ય સ્વામીજીએ, પૂજ્ય મહામંડલેશ્વર અવધેશાનંદગિરિજી મહારાજ સાથે ધ્વજ વંદન કર્યું હતું.
SGVP ના શાખા ગુરુકુલોમાં પણ સંતો, વિદ્યાર્થીઓ અને હરિભક્તોએ ધ્વજવંદન કરી રાષ્ટ્ર ભક્તિના કાર્યક્રમો રજૂ કર્યા હતા.