અમેરીકા ખાતે પુરગ્રસ્ત લોકોને સહાય
અમેરીકાના જ્યોર્જિયા સ્ટેટમાં આવેલા સવાનાહ સીટીમાં થોડા સમય પહેલા વંટોળ આવ્યો હતો. જો કે સમુદ્રના કિનારા સુધી પહોંચતા વંટોળનો પ્રભાવ થોડો ધીમો પડી જવાથી શહેરના લોકોએ ભારે નુકશાનીનો સામનો કરવો પડ્યો ન હતો, પરંતુ આ સમયે સવાનાહ શહેરમાંથી પસાર થતી ઓગીચી નદીમાં પુરની સ્થિતી સર્જાય હતી. વળી, શહેરના ઉપલા ભાગમાં આવેલ ડેમને પણ નુકશાન થતા જળસંચય વિભાગ દ્વારા ડેમનું પાણી ફરજીયાતપણે છોડવાની ફરજ પડી હતી.
ડેમના પાણીને છોડતા શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા; જેથી રીચમંડહીલ વિસ્તારમાં રહેતા લોકો પાણીમાં ફસાયા હતા. પુરની સ્થિતિમાં ફસાયેલા લોકોને ભોજનની પુરતી વ્યવસ્થા મળી રહે તે માટે અહીં અનેક વિસ્તારમાં સ્વયંસેવકોએ સ્વૈચ્છિક રીતે ટેન્ટ ઊભા કરીને જીવન જરૂરીયાતની સામગ્રી પુરી પાડતી વ્યવસ્થા ગોઠવી હતી.
આ સમયે ગુરુવર્ય સ્વામી શ્રી માધવપ્રિયદાસજીની પ્રેરણાથી ચાલી રહી છે. પૂજ્ય સ્વામીશ્રીની આજ્ઞાથી ખાતે એસજીવીપી ગુરુકુલની સવાનાહ શાખા ખાતે રહેનારા સંતો તથા સ્વયંસેવકોએ પુરગ્રસ્ત વિસ્તારમાં ફસાયેલા લોકોને પ્રભુ પ્રસાદ વિતરણનું આયોજન કર્યું હતું. આ વિતરણના કાર્યક્રમમાં સંતો સાથે અનિલભાઈ પટેલ, સુમનભાઈ પટેલ, ભૂપેન્દ્રભાઈ પટેલ, નિખિલભાઈ પટેલ, સમીરભાઈ, રીમલભાઈ, હાર્દિક શાહ વગેરે સ્વયંસેવકો પણ જોડાયા હતા.
આ કાર્યને નિહાળી સવાનાહના મેયર શ્રી વાન આર. જોનસન તથા કમિશ્નર ચેસ્ટર એ. એલીસે સંસ્થાની આ સેવા પ્રવૃત્તિને હૃદયથી હૃદયથી બિરદાવી હતી.