Rath Yatra – a mega event of social harmony celebrated by all communities – casts and creeds. With the inspiration of Sadgurvarya Shastri Shree Madhavpriyadasji Swami SGVP Gurukul Parivar organised Ratha Yatra in the decennial year of Celebration by Shree Swaminarayan Gurukul, Ahmedabad under the guidance of Purani Shree Balkrishnadasji Swami on the auspicious day 25 June, 2017.
In the preparation of various inspiring floats of Rath Yatra Gurukul Parivar paid 3000 Volunteer hours, whereas during Rath Yatra 400 volunteers rendered various services nine hours continuously. In all, tirelessly 6,600 volunteer hours resulted in very successful social harmonical event of Rath Yatra.
In the beginning, 108 lady devotees performed the worship of Bhagawan Jagannath and then thousands of people performed Darshan of marvelous Rath Yatra including various inspiring floats. It was followed by the cleaning of entire route of Rath Yatra by volunteers.
In the end, assembly was held on the pious occasion of birth anniversary of Shastriji Maharaj Shree Dharmajivandasji Swami, founder of Gurukul tradition in modern era.
અમદાવાદ પશ્ચિમ વિસ્તારના ભકતોને રથયાત્રાના દર્શન અને પૂજનનો લાભ મળે તે માટે સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીની આગેવાની નીચે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રારંભમાં ગુરુકુલમાં વિરાજીત જગન્નાથ ભગવાન, સુભદ્રાજી અને બલરામ ભૈયાનું ૧૦૮ બહેનોએ પંચોપચાર પૂજન કર્યું હતું ને ૧૦૮ બહેનોએ ભગવાન શ્રી જગન્નાથજીને રાખડી બાંધી હતી.
આ પ્રસંગે સત્સંગ પ્રચારાર્થે લંડન પધારેલ પૂજ્ય સ્વાામીજીએ ફોન દ્વારા જણાવેલ કે, જેમાં મન પ્રફુલિત થઇ જાય તે ઉત્સવ કહેવાય છે. અંતરનો આનંદ પ્રગટે એ ઉત્સવ કહેવાય છે. ભારતીય સંસ્કૃતિ મહાન છે. વિશ્વની કોઇ સંસ્કૃતિમાં આવા ઉત્સવો ઉજવાતા નથી. જ્યાં રાજા કે રંકનો ભેદભાવ હોતો નથી. રથ યાત્રા એ સામાજીક સમરસતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
ભારતીય સંસ્કૃતિમાં રથયાત્રાનું ખૂબ જ મહત્વ છે. અષાઢી બીજ એટલે હાલાર અને કચ્છના નવા વર્ષની શરુઆત. અષાઢી બીજ એટલે ગુરુકુલના સંસ્થાપક શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીનો જન્મ દિવસ, અષાઢી બીજ એટલે જગન્નાથ ભગવાનનો નગર યાત્રાનો દિવસ,
પુરીમાં જગન્નાથ ભગવાનની રથયાત્રા અદ્ભૂત હોય છે. જેમાં લાખો માણસો ભાવવિભોર થઇ ભાગ લેતા હોય છે. આ દિવસે જગન્નાથપુરીમાં સુભદ્રાજીનું ખૂબજ મહત્વ છે. ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી ભૈયાની સાથે સુભદ્રાજીની પ્રતિષ્ઠા કરવામાં આવેલ છે.
સુભદ્રાજીનો મહિમા ધ્યાન રાખીને આ રથયાત્રાનો પ્રસ્થાન બહેનો કરે એવો અનોખો નિર્ણય ગુરુકુલમાં લેવામાં આવ્યો. સ્વામિનારાયણ સંપ્રદાયમાં બહેનોનું આગવું સ્થાન છે. તે વાતને લક્ષમાં રાખીને ૧૦૮ બહેનોએ ભગવાન જગન્નાથજી, બળરામજી અને સુભદ્રાજીનું વેદોક્ત વિધિથી વિદ્વાન પંડિતો દ્વારા પૂજન કર્યું હતું. બહેનોના દ્વારા રક્ષા બાંધ્યા બાદ ભગવાનનું રથમાં પ્રસ્થાપન કરવામાં આવ્યું હતુ
ત્યારબાદ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી સ્વામીએ ઠાકોરજીની આરતિ ઉતારી, સોનાની સાવરણીથી વાળી (પહિંદ વિધિ કરી) પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તેમજ દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના શ્રી રામપ્રિયજીએ રથનું દોરડું ખેંચી નગર યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું.
રથયાત્રાની સૌથી આગળ પાયલોટ જીપ, એસજીવીપી ગુરુકુલના કેળવાયેલા અશ્વો, ગુરુકુલની રાસ મંડળી, નાસિક બેન્ડ પાર્ટી, ગણપતિ રથ, શ્રી સ્વામિનારાયણ ભગવાનનો રથ, શાસ્ત્રીજી મહારાજનો રથ, દશાવતાર, નવજ્યોત રથ, શ્રી રામચંદ્રજી ભગવાન, શ્રી રાધાકૃષ્ણ રથ, સંતોના રથ, હનુમાનજી મહારાજ રથ, શ્રી લક્ષ્મીનારાયણ રથ, શ્રી દ્વારિકાધીશ રથ, શ્રી રામેશ્વર રથ, શરણાઇ વાદકો, પ્રસાદના ત્રણ રથો, ડી.જે. બેન્ડ વિવિધ નયન રમ્ય ફલોટોમાં ઠેર ઠેર જગન્નાથ ભગવાન, સુભદ્રાબેન, બળદેવ ભૈયાના રથને બહેનો તથા અન્ય ભાવિકોઅે આરતી ઉતારી પૂજન અર્ચન કર્યા હતા. બપોરે બે કલાકે મેમનગર ગુરુકુલથી નીકળેલ રથ યાત્રા મેેમનગર ગામ થઇ સાંજે ૭-૩૦ કલાકે ગુરુકુલ પહોંચી સભાના રુપમાં ફેરવાઇ હતી. સભામાં જયદેવભાઇ સોનાગરા તથા પુરાણી બાલકૃ્ષ્ણદાસજી સ્વામીએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું અને રથયાત્રામાં જેણે જેણે સેવા કરી હતી તે સૌનો આભાર માન્યો હતો. સભાને અંતે સભામાં આવેલ તમામ ભાવિકોને જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
આપણું શહેર સ્વચ્છ શહેર એ અભિયાન અતંર્ગત આવી વિશાલ નગરયાત્રામાં પ્લાસ્ટીકની થેલીઓ, પાઉચો. નાસ્તાના કાગળિયા, પ્રસાદના ખાલી પેકેટો વગેરે કચરો ઢગલાબંધ ઉભરાતા હોય છે.આ તમામ કચરો નગરયાત્રા દરમ્યાન ગુરુકુલના ૧00 જેટલા સ્વયં સેવકોએ કચરો એકઠો કરી, યોગ્ય નિકાલ કરેલ.