Photo Gallery
As the birthday of Shastriji Maharaj Shree Dharmajivandasji Swami, falls on the auspicious day of Rath Yatra, this day carries much importance, especially for Gurukul Parivar.
With inspiration of Sadguruvarya Shastri Shree Madhavpriyadasji Swami and under the guidance of Purani Shree Balkrishnadasji Swami, Gurukul Parivar celebrated this occasion with great devotion and zeal.
On 04 July, 2019 day was started with nine hours incessant Dhoon in the pious memory of Pujya Shastriji Maharaj. After the warship of Bhagawan Jagannathji, Balbhadraji and sister Subhadraji by 151 members of Mahila Manch, a marvelous procession of Rath Yatra was organized from Shree Swaminarayan Gurukul, Ahmedabad, Memnagar.
With Aarati performed by Pujya Purani Swami Shree Bhaktiprakashdasji Swami and Pujya Purani Shree Hariswarupdasji Swami, Hon. Education Minister (Gujarat state) and other dignitaries got the Rath yatra started by ritual of Pahind (clean the way of Rath).
Along with contribution of 22 social & religious organizations, Rath Yatra was consisting of 15 floats with inspiring massages on safe environment, education, de-addiction.
On the way, thousands of devotees had the benefit of Darshan, Poojan and Prasad.
Just behind the procession of Rath Yatra, volunteers of Gurukul Parivar cleaned the entire route of Rath Yatra.
Rath Yatra was ended at Gurukul in form of large assembly, addressed by Pujya Shree Balkrishnadasji Swami, Pujya Purani Swami Shree Bhaktiprakashdasji Swami and Sadguruvarya Shastri Shree Madhavpriyafadji Swami by telephonic media from UK.
During this event of social harmony, in the preparation, procession and purification volunteers of Gurukul Parivar spent 5250 human hours to meet the event such a grand success.
અષાઢી બીજ – રથયાત્રાનો પૌરાણિક મહિમા ધરાવતો પાવન દિવસ. આ દિવસ એટલે ગુરુકુલ પરંપરાના પુનરોધ્ધારક શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીના જન્મનો મંગળ દિવસ. એટલે જ તો સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન નીચે પૂજ્ય શાસ્ત્રીજી મહારાજની પાવન સ્મૃતિમાં ૦૪ જૂલાઇ ૨૦૧૯ ના રોજ નવ કલાકની અખંડ ધૂન બાદ બપોરે ૨ કલાકે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ અમદાવાદ, મેમનગરથી ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં અમદાવાદની ૨૨ ધાર્મિક સંસ્થાઓનો સહકાર મળ્યો હતો. રથયાત્રા પ્રારંભ પહેલા ગુરુકુલ સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રધાનાચાર્યશ્રી રામપ્રિયજી દ્વારા કરાતા વૈદિક વિધિ સાથે ૧૫૧ બહેનોએ ભગવાન શ્રી કૃષ્ણ, બળરામ ભૈયા અને સુભદ્રાબેનને રક્ષાસુત્ર બાંધી પૂજન કર્યુ હતું.
ત્યારબાદ ઠાકોરજીની આરતિ ઉતારી, પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામી તેમજ પુરાણી હરિસ્વરૂપદાસજી સ્વામી તથા માનનીય શિક્ષણ પ્રધાન ભૂપેદ્રસિંહજી ચુડાસમાએ સોનાની સાવરણીથી રસ્તો વાળી પહિંદ વિધિ કરાવી હતી તથા બાબુભાઇ પટેલ (સંસદીય સભ્ય અમદાવાદ), ભુપેન્દ્રભાઈ પટેલ (ધારાસભ્યશ્રી,) કાંતિભાઈ પટેલ, જતિનભાઈ પટેલ વગેરેએ રથનું દોરડું ખેંચી પ્રસ્થાન કરાવ્યું હતું.
રથયાત્રાની વ્યવસ્થા માટે ૫૦૦ સ્વયં સેવકો રાખવામાં આવ્યા હતા.
મેમનગર ગુરુકુલની રાસ મંડળી, શરણાઇ વાદકો વિવિધ નયન રમ્ય ફલોટો, કળશધારી બહેનો, સંતવૃદના ચાર રથો, ગુરુકુલના પ્રણેતા શાસ્ત્રીજી મહારાજનો રથ વગેરે ૨૭ રથો જોડાયા હતા. ઠેર ઠેર ઠાકોરજીના રથને રથયાત્રાના માર્ગમાં બહેનો તથા અન્ય ભાવિકો ભકિતભાવથી આરતી ઉતારી પૂજન અર્ચન કરતા હતા. તમામને મગ, જાંબુ, કાકડી વગેરેનો પ્રસાદ આપવામાં આવતો હતો.
રસ્તામાં ઠેરઠેર ભાવિક જનોએ રથયાત્રામાં જોડાયેલા ભક્તો માટે ઠંડા પીણાં, સરબત, આઈસક્રીમ, મીઠાઇ, ફરસાણના પ્રસાદની વ્યવસ્થા કરી હતી.
રથયાત્રા શહેરમાં ફરી સાંજે સાડા સાત વાગ્યે ગુરુકુલ પહોંચ્યા બાદ સભાના રુપમાં ફેરવાઇ ગયા હતા. સભામાં પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ રથમાં બિરાજીત ભગવાન જગન્નાથજીની આરતી ઉતારી હતી. ત્યારબાદ તમામ ભકતોને પાઉંભાજી અને મોહનથાળનો પ્રસાદ પીરસવામાં આવ્યો હતો.
રથયાત્રા બાદ ગુરુકુલ પરિવારના સ્વયંસેવકોએ સમગ્ર રસ્તાઓને સાફ કરી કચરાનો યોગ્ય જગ્યાએ નિકાલ કર્યો હતો.