ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં સુરત ખાતે એલિગન્સ પાર્ટી પ્લોટ, શ્રી અનિલભાઇ સુતરીયાના ફાર્મમાં શરદપૂર્ણિમા મહોત્સવ આનંદસભર ઉજવાયો હતો.
આ રાસોત્સવમાં સંતો અને હરિભકતોએ નંદ સંતોના કીર્તન – ભક્તિ સંગીત સાથે સમૂહરાસની રમઝટ બોલાવી હતી.
પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ આગામી તા. ૨૭ ડિસેમ્બર, ૨૦૨૩થી SGVP છારોડી ખાતે આયોજિત પૂજ્ય પુરાણી સ્વામી શ્રી ભકિતપ્રકાશદાસજી સ્વામીના સ્મૃતિ મહોત્સવની માહિતી આપી જણાવ્યું હતુ કે ચંદ્રમાનું તેજ નિર્મળ છે તેવું પુરાણી સ્વામી શ્રી ભકિતપ્રકાશદાસજી સ્વામીનું જીવન નિર્મળ અને નિખાલસ હતું. પૂજ્ય પુરાણી સ્વામીના સ્મૃતિ મહોત્સવમાં આયોજિત અનેકવિધ ધાર્મિક અને સામાજિક સેવા કાર્યોમાં તન, મન અને ધનથી જોડાઈએ અને મહોત્સવમાં પધારવા દરેકને આમંત્રણ આપ્યું હતું.
પૂજ્ય સ્વામીજીએ પણ ફોન દ્વારા આશીર્વાદ આપ્યા હતા.
આ પ્રસંગે બાબુભાઇ ઠુમ્મર, રામભાઇ શેલડીયા, દિનેશભાઇ દોંગા, ભરતભાઇ ભંડેરી, હસમુખભાઇ, મહેશભાઇ ગોળકિયા, રામુભાઇ સીતાપરા, અનિલભાઇ સાવલિયા વગેરે મોટી સંખ્યામાં હરિભકતો ઉપસ્થિત રહ્યા હતા. SGVP ગુરુકુલ પરિવાર, સુરતના સ્વયંસેવકોએ ખૂબ જહેમત ઉઠાવી આ રાસોત્સવનું સુંદર આયોજન કર્યું હતું. કાર્યક્રમના અંતે સૌએ દુધપૌઆનો પ્રસાદ લીધો હતો.