રજત જયંતી મહોત્સવ, સડક પીપળીયા
ગુરુકુલ પરિવાર દ્વારા, અખંડ ભગવત પરાયણ પૂજ્યપાદ શ્રી જોગી સ્વામીજી અને ભજનિક સંત સદ્ગુરુ પુરાણી શ્રી શ્રીહરિદાસજી સ્વામીના માર્ગદર્શનથી ગોંડલ પાસેના સડક પીપળીયા ગામમાં સુંદર હરિમંદિરનું નિર્માણ થયું હતું.
આ મંદિરને ૨૫ વર્ષ પૂર્ણ થતાં પરમ પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને પરમ પૂજ્ય સદ્ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના પાવન સાંનિધ્યમાં તા. ૧૧ થી ૧૩ જાન્યુઆરી, ૨૦૨૪ દરમ્યાન ત્રિદિનાત્મક રજત જયંતી મહોત્સવનું આયોજન થયું હતું.
શાસ્ત્રી શ્રી શ્રુતિવલ્લભદાસજી સ્વામી અને શાસ્ત્રી શ્રી સર્વમંગલદાસજી સ્વામીએ શ્રીમદ ભાગવતના દશમ સ્કંધની કથાનું રસપાન કરાવ્યું હતું. ઊપરાંત શ્રીવિષ્ણુ યાગ, ગૌપૂજન, અન્નકૂટ તથા બટુક ભોજન વગેરે આયોજનોમાં ગામ સમસ્ત તથા અન્ય ભાવિક ભક્તોએ લાભ લીધો હતો.
Tagged Sadak Pipaliya