પુષ્પદોલોત્સવ – મેમનગર
પરમ પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને પરમ પૂજ્ય સદ્ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી તેમજ પરમ પૂજ્ય સદ્ગુરુ પુરાણી હરિસ્વરુપદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ અમદાવાદ, મેમનગર ખાતે ફાગણ વદ ૧, શ્રી નરનારાયણદેવ જયંતિના શુભ દિવસે તા. ૨૫ માર્ચ, ૨૦૨૪ ના રોજ પુષ્પદોલોત્સવ ઉજવવામાં આવ્યો હતો.
સાંજે હજારો હરિભકતો અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં શ્રી ઘનશ્યામ મહારાજનું પંચોપચાર પૂજન કરી, સદ્ગુરુ સંતોએ ફુલોની પાંખડીઓથી શ્રી ઘનશ્યામ મહારાજનો અભિષેક કર્યો હતો.
આ પ્રસંગે અમેરિકા સત્સંગ પ્રચારાર્થે વિચરણ કરી રહેલ પૂજ્ય સ્વામીજીએ ઓડિયો વિજયુઅલ માધ્યમથી પુષ્પદોલોત્સવનો મહિમા સમજાવી જણાવ્યું હતું કે દૈવી અને આસુરી તત્વો તો સૃષ્ટિના આરંભથી જ છે અને તે રહેશે જ, પરંતુ હંમેશા સત્યનો જ વિજય થાય છે, અસત્યનો પરાજય થાય છે. દૈવી હંમેશા પરોપકારી હોય છે જ્યારે આસુરી સ્વાર્થી હોય છે. ભગવાન હમેશા સત્યના પક્ષે જ હોય છે.
પૂજ્ય સદ્ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ પણ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. અંતમાં સદ્ગુરુ સંતોએ, યજમાનો અને તમામ હરિભકતોને પ્રસાદીની પુષ્પ પાંખડીઓથી નવાજ્યા હતા. અંતમાં દરેક હરિભકતોને ફગવાનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો.