Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Empowered By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Pushpadolotsav Gurukul Ahmedabad – 2023

Photo Gallery

અમેરિકાની ધરતી ઉપર સત્સંગ વિચરણ કરતા પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી, પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન સાથે અને પુરાણી શ્રી હરિસ્વરુપદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ મેમનગર અમદાવાદ ખાતે તા. ૦૮ માર્ચ, ૨૦૨૩ના રોજ, શ્રી નરનારાયણ દેવનો જન્મોત્સવ, ફુલદોલોત્સવના રૂપમાં ભક્તિ અને આનંદસભર વાતાવરણમાં ઉજવાયો હતો. શ્રી નરનારાયણ દેવ પોતાના ભકતોની ભક્તિમાં કોઇ વિઘ્ન ન થાય તે માટે પોતે બદરિકાશ્રમમાં તપ કરે છે.

ગુરુકુલ ખાતે ઠાકોરજીને ફુલના હિંડોળામાં ઝુલાવ્યા બાદ ષોડશોપચારથી પૂજન સાથે ઠાકોરજીને ૧0૦૦ કિલો ફુલોની પાંખડીઓથી અભિષેક કરવામાં આવ્યો હતો અને કેસૂડાના જળ છાંટયા હતા. મેમનગર ગુરુકુલના વિદ્યાર્થીઓએ હોળી નૃત્ય રજૂ કર્યું હતું. ત્યારબાદ સંતોએ પ્રસાદીની ફૂલ-પાંખડીઓ હરિભક્તો ઉપર વરસાવી હતી અને હરિભક્તોએ પણ પરસ્પર પ્રસાદીના પુષ્પોથી રમ્યા હતા.

ટેલિફોનિક માધ્યમથી ફુલદોલ ઉત્સવનો મહિમા સમજાવતા પૂજ્ય સ્વામીજીએ જણાવ્યું હતું કે સ્વામિનારાયણ ભગવાન તો ઉત્સવિયા ભગવાન કહેવાય છે. તેમણે ઉત્સવોને કલ્યાણનું સાધન બનાવ્યું છે. આજથી બસો ૨૦૦ વર્ષ પૂર્વે ભગવાન શ્રી સ્વામિનારાયણે ગઢડા, સારંગપુર, વડતાલ વગેરે અનેક સ્થળે ફુલદોલોત્સવ કર્યા છે.

આજ આનંદનો ઉત્સવ છે. ભારતીય સંસ્કૃતિ ગજબની સંસ્કૃતિ છે. આટલા ઉત્સવો કદાય કોઇ સંસ્કૃતિમાં ઉજવાતા નહીં હોય. આટલી આનંદિત કોઇ સંસ્કૃતિ નથી. ભગવાનના સંબંધમાં આવેલ ક્રિયા નિર્ગુણ બની જાય છે.

ગઇ કાલે આપણે હોલિકા ઉત્સવ પણ ઉજવ્યો. હોલિકા દહનનો અર્થ છે, અસત્ય ઉપર સત્યનો વિજય, અંધકાર ઉપર પ્રકાશનો વિજય. આજે આપણે ઠાકોરજીનો ફુલોથી અભિષેક કર્યો. ખરેખર આવા ઉત્સવોમાં કૃત્રિમ રંગોનો પ્રવેશ થવા દેવો નહીં. ભગવાન આપણાં જીવન ફુલ જેવા કોમળ અને સુગંધિત બનાવે એવી ભગવાન પાસે પ્રાર્થના છે.

આ પ્રસંગે પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ જે જે હરિભરકતોએ તન,મન અને ધનથી સેવા કરેલ તે ભકતોને હાર પહેરાવી સન્માનિત કર્યા હતા. અંતમાં તમામ ભકતોને ફગવાનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો.

Achieved

Category

Tags