Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Empowered By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Pushpadolotsav – 02 Mar 2018

Pushpadolotsav – 02 Mar 2018
Fagan Vad 1, The birth anniversary of Bhagwan Shree Narnarayan Dev is being celebrated as Pushpadolotsav in Indian tradition. On March 2, 2018 Gurukul Parivar celebrated the marvellous event of Pushpadolotsav in the holy presence of Sadguruvarys Shastri Shree Madhavpriydasji Swami, Pujya Purani Swami Shree Bhaktipralashdasji Swami, Purani Shree Balkrishnadasji Swami, Pujya Purani Shree Hariswarupdasji Swami, saints, students & devotees at Shree Swaminarayan Gurukul, Ahmedabad.

With Vedic rituals, Sadguru saints performed the Abhishek of Shree Ghanshyam Maharaj with petals of 1500 Kgs various flowers. And worshiped Thakoraji in flower-swing along with Raas carried out by Saints and Students.
Elder Saints showered the Prasadi-petals and sprinkled the Kesuda-Jal on all participants.
Pujya Swamiji explained the importance of Pushpadolotsav and Pujya Purani Swami blessed the devotees & all participants enjoyed the Prasad as Fagava.  
  
સદ્ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પૂજ્ય પુરાણી સ્વામી શ્રી ભકિતપ્રકાશદાસજી સ્વામી, પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા પુરાણી શ્રી હરિસ્વરૂપદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, અમદાવાદ ખાતે ફુલદોલોત્સવ રૂપે શ્રી નરનારાયણ દેવ જન્મોત્સવ આનંદ સભર ઉજવાયો હતો.  
   ઠાકોરજીને ફુલના હિંડોળામાં ઝુલાવ્યા બાદ ષોડશોપચારથી પૂજન સાથે ઠાકોરજીને ૧૫૦૦ કિલો ફુલોની પાંખડીઓથી પુષ્પનો અભિષેક કરવામાં આવ્યો હતો. ભાવિક ભકતોએ ભગવાનની આગળ રાસની રમઝટ બોલાવી હતી. ગુરુકુલ અમદાવાદના વિદ્યાર્થીઓએ હોળી નૃત્ય રજુ કર્યું હતું.
   ફુલદોલનો મહિમા સમજાવતા પૂજ્ય સ્વામીજીએ જણાવ્યું હતું કે સ્વામિનારાયણ ભગવાને ઉત્સવોને કલ્યાણનું સાધન બનાવ્યું છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે ગઢડા વગેરે અનેક સ્થળે ફુલદોલોત્સવ કર્યા છે. જ્યારે ભગવાન પોતે પીચકારી લઇ હરિભકતો અને સંતો ઉપર કેસુડાના રંગનો છંટકાવ કરતા હોય ત્યારે હજારો માણસોનો સમુદાય પ્રગટ ભગવાનના દિવ્ય સ્વરુપ અને લીલાનો આનંદ માણતા હોય એ અવસર અદભૂત હોય છે.
આજે આપણે ઠાકોરજીનો ફુલોથી અભિષેક કર્યો. ખરેખર આવા ઉત્સવોમાં કૃત્રિમ રંગોનો પ્રવેશ થવા દેવો નહીં. ભગવાન આપણાં જીવન ફુલ જેવા કોમળ અને સુગંધિત બનાવે એવી ભગવાન પાસે પ્રાર્થના છે.
     આ પ્રસંગે પૂજ્ય પુરાણી સ્વામી શ્રી ભકિતપ્રકાશદાસજી સ્વામી અને પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ આશીર્વચન પાઠવ્યા હતા. અંતમાં તમામ ભકતોને ફગવાનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો.
 

 

Achieved

Category

Tags