પદ્મશ્રી જગદીશ ત્રિવેદીનું સન્માન
તા. ૨૬ જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ ભારત સરકાર દ્વારા રાષ્ટ્રપતિ એવોર્ડ જાહેર થયા. જેમાં ગુજરાત તથા સાહિત્ય જગતનું ગૌરવ ડૉ. જગદીશ ત્રિવેદીને ‘પદ્મશ્રી’ એવોર્ડની સન્માનિત કરવામાં આવ્યા.
આ શુભ અવસરે SGVP ગુરુકુલના સંતો તથા વિદ્યાર્થીઓ દ્વારા ડૉ. જગદીશ ત્રિવેદીનું સન્માન કરવામાં આવ્યું હતું. સંસ્થાના અધ્યક્ષ ગુરુવર્ય સ્વામી શ્રી માધવપ્રિયદાસજીની પ્રેરણાથી પૂજ્ય રામસુખદાસજી સ્વામી, પૂજ્ય ધર્મનંદનદાસજી સ્વામી, પૂજ્ય કુંજવિહારી સ્વામીએ આદરણીય જગદીશભાઈને સાફો બાંધી, હાર પહેરાવી સનમાનિત કર્યા હતા. ઉપસ્થિત વિદ્યાર્થીઓના સમૂહે તાળીઓના ગડગડાટથી જગદીશભાઈની સફળતાને તથા સન્માનને વધાવી લીધા હતા. વિશેષમાં પ્રખર વક્તા અને લેખક શ્રી જય વસાવડા પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે જય અને જગદીશની જોડીએ વિદ્યાર્થીઓને પ્રેરક ઉદ્બોધન દ્વારા પ્રોત્સાહિત કર્યા હતા. તથા સ્વામી માધવપ્રિયદાસજીની પ્રેરણાથી SGVP દ્વારા તથા શિક્ષણ અને સેવાના કાર્યને બીરદાવ્યું.