Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Empowered By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

ONLINE Gyansatra – 44 – 2020

Photo Gallery

ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, અમદાવાદ મેમનગર ખાતે તારીખ ૨૧ થી ૨૭ જુલાઈ દરમ્યાન ૪૪માં જ્ઞાનસત્રનું આયોજન થયું હતું..
કોરોના મહામારીના આ વિપરીત સમયમાં સ્વભાવિક ભક્તજનો ઘેર બેઠા સત્સંગનો દિવ્ય આનંદ માણી શકે તેમજ સર્વજીવહિતાવહ સ્વાસ્થ્ય સુરક્ષાના નિર્દેશને નજરમાં રાખીને શ્રાવણ માસના પ્રારંભે અમદાવાદ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, મેમનગર ખાતે ૭ દિવસનો ઓનલાઇન જ્ઞાનસત્ર યોજાયો હતો.

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ પરંપરાના સંસ્થાપક ગુરૂદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ જ્ઞાનસત્રની અનોખી પરંપરા આજથી ૪૪ વર્ષ પહેલા અમદાવાદ ખાતે શરૂ કરેલી આ પરંપરાનું સુપેરે વહન કરી રહેલા પરમ પૂજ્ય સદ્ગુરુ પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન અનુસાર ચાલુ વર્ષે આયોજિત જ્ઞાનસત્રમાં શ્રીમદ સત્સંગીજીવન સપ્તાહ કથા પારાયણના મુખ્ય વક્તા તરીકે ગુરુવર્ય પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ સૌને લાભ આપ્યો હતો. તેમજ શાસ્ત્રી શ્રી ભક્તિવેદાંતદાસજી સ્વામી અને શાસ્ત્રી શ્રી ધર્મનંદનદાસજી સ્વામીએ દરરોજ કથામૃતનો દિવ્ય લાભ સૌ શ્રોતાઓને આપ્યો હતો.
જ્ઞાનસત્ર દરમિયાન આયોજિત વ્યાખ્યાન માળામાં વિવિધ વિષયો પર સંતોએ પ્રવચનો આપ્યા હતા જેમાં પરમ પૂજ્ય પુરાણી વિશ્વવિહારી દાસજી સ્વામી, શાસ્ત્રી શ્રી મુનિવત્સલદાસજી સ્વામી, શાસ્ત્રી શ્રી સર્વમંગલદાસજી સ્વામી અને પાર્ષદ શામજી ભગતે લાભ આપ્યો હતો.
આ જ્ઞાનસત્રમાં દરરોજ પરમ પૂજ્ય સદગુરુ પુરાણી સ્વામી ભકિતપ્રકાશદાસજી સ્વામી અને પરમ પૂજ્ય સદ્ગુરુ પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીના આશીર્વાદ નો પણ લાભ મળ્યો હતો.
આ જ્ઞાનસત્ર દરમિયાન SGVP સંસ્થા દ્વારા શ્રી નીલકંઠ વર્ણીરાજની મનોરમ્ય સુંદર ચિત્રપ્રતિમાનુ અનાવરણ કરવામાં આવ્યું તેમજ સત્સંગ ભજન ઉપયોગી વિવિધ મોબાઇલ એપ્લિકેશન્સ પણ પ્રકાશિત કરવામાં આવી હતી જેનું વિમોચન સદગુરુ સંતોના વરદ હસ્તે થયું હતું.
જેમાં…૧.SGVP BHAJAN BANK App., ૨.SGVP SANKIRTAN. App., ૩.SGVP NITYA NIYAM. App., ૪.SGVP JANMANGAL. App.
આ જ્ઞાનસત્રમાં દરરોજ વહેલી સવારે શ્રી નીલકંઠ વર્ણી આગળ મહાપુજા, શ્રી નીલકંઠ વર્ણી અભિષેક, તેમજ પવિત્ર શ્રાવણ માસ અંતર્ગત શિવપૂજા- શિવ અભિષેક અને ગૌ પૂજા, પિતૃપૂજન વગેરે આયોજનો શાસ્ત્રોક્ત વિધિથી ખૂબ જ શ્રદ્ધા ભક્તિ ભાવપૂર્વક સંપન્ન થયા.

SGVP Ahmedabad had organised a 44th Gyansatra between 21st July to 27th July, 2020 at Shree Swaminarayan Gurukul, Ahmedabad under the leadership of Pujya Guruvarya Shastri Madhavpriyadasji swami.
Due to the current pandemic of Covid 19, the entire event was online. Thousands of devotees took part in various events through live telecast.
Param Pujya Sadguru Shastri Shree Dharmajivandasji Swami, who re-established the Gurukul tradition gave the tradition of Gyansatra 44 years ago and throughout these many years Pujya Sadguru Purani Balkrishnadasji Swami has maintained this tradition through his guidance. Pujya Guruvraya Shastri Shree Madhavpriyadasji Swami discoursed on scripture Satsangi Jeevan during this event. Shastri Dharmanandan Swami and Shastri Bhaktivedantdasji Swami have also delivered discourses throughout the event.
During the Gyansatra, discourses on various topics were delivered by Purani Vishwaviharidasji Swami, Shastri Munivatsaldasji Swami, Shastri Sarvamangaldasji Swami and Pujya Shamji Bhagat.
Every day, at the end of the daily session, Pujya Purani Swami Shree Bhaktiprakashdasji Swami and Pujya Purani Shree Balkrishnadasji Swami gave blessings.
During this event a beautiful Swarup (Murti) of Shree Nilkanth Varni and four different android apps – SGVP Bhajan Bank, SGVP Sankirtan, SGVP Nityaniyam and SGVP Janmangal were launched.
Throughout the event every day in the morning Mahapooja, Nilkanth Varni Abhishek were organized. And in the month of holy Shravan, every day Shiv Poojan, Gau Poojan and Pitru Poojan were organised and many devotees have participated with lot of devotion.

Achieved

Category

Tags