Shree Swaminarayan Gurukul Vishwavidya Pratishthanam

Empowered By Shree Swaminarayan Gurukul Sarvajiva Hitavah Trust

Online Akhand Dhun – 2020

વિશ્વમાં ચાલી રહેલ કોરોનાનો પ્રકોપ પરમાત્મા શાંત કરે એવા આશયથી અધિક માસની પવિત્ર કમલા એકાદશીના દિવસે ગુરુવર્ય સ્વામી શ્રી માધવપ્રિયદાસજીની પ્રેરણાથી રાત્રિના ૮ થી ૯ એક કલાકની સામૂહિક ધૂનનું આયોજન થયું હતું, જેમાં રાજકોટ, અમદાવાદ, અમરેલી, કુંકાવાવ, ધારી, ખાંભા, સાવરકુંડલા, ઊના, ખાખરિયા, ઝાલાવાડ વગરે વિસ્તારના અઢીસો ઉપરાંત ગામડાંઓ જોડાયા હતા.
કોઈ કોઈ ઉત્સાહી ગામડાંઓમાં ત્રણ કલાકની ધૂન થઈ હતી તો કોઈ ગામડાંઓમાં બાર-બાર કલાકની ધૂન પણ થઈ હતી.
વાપી, દાણુ, વલસાડ બાજુના ભક્તિ મંડળના બહેનોએ સાડા પાંચ હજાર કલાક ધૂન કરી હતી.
રાજકોટ, મોરબી, અમદાવાદ, મહેસાણા, હિંમતનગર, ઊંઝા, ગાંધીનગર, વિદ્યાનગર, વડોદરા, સુરત, પનવેલ, મુંબઈ જેવા મોટા શહેરોમાં નિવાસ કરતા સેંકડો પરિવારો ઘરે રહીને ઓનલાઈન અખંડ ધૂનમાં જોડાયા હતા. વિદેશમાં વસતા ભક્તજનોએ પણ ઓનલાઈન અખંડ ધૂનનો લાભ લીધો હતો.

આ રીતે હજારો હરિભક્તોએ આ સમૂહ ધૂનમાં ભાગ લીધો હતો.
ગામડાંઓમાં ખેતીની સીઝન હતી, છતાં પણ સ્વામીશ્રીની પ્રેરણાથી ભાવિક ભક્તોએ ઉત્સાહથી અખંડ ધૂન કરી હતી.
દ્રોણેશ્વર ગુરુકુલ ખાતે સ્વામીશ્રી માધવપ્રિયદાસજી અધિકમાસની કથા કરી રહ્યા છે, એ કથા પણ અખંડ ધૂનમાં ફેરવાઈ ગઈ હતી.
ધૂનની સમાપ્તિ પ્રસંગે સ્વામીશ્રી માધવપ્રિયદાસજી દ્વારા જનમંગલ સ્તોત્રથી શ્રીહરિનું ઓનલાઈન પૂજન કરવામાં આવ્યું હતું. આ ઓનલાઈન પૂજનમાં દેશ-વિદેશના સેંકડો ભક્તો જોડાયા હતા.
ધૂનની સમાપ્તિ પ્રસંગે સ્વામીશ્રીએ જણાવ્યું હતું કે, આપણે શ્રીહરિને પ્રાર્થના કરીએ કે તેઓ કૃપા કરીને કોરોનાના પ્રકોપને શાંત કરે, કોવિડ-૧૯ ને લીધે દિવગંત થયેલા આત્માઓને શાંતિ આપે, એમના પરિવારજનોને ધીરજ આપે અને ખાસ કરીને કોવિડ-૧૯ ના કપરાં કાળમાં આગલી હરોળમાં સેવા બજાવી રહેલા કોરોના વોરિયર્સની રક્ષા કરે.
વિશેષમાં સ્વામીશ્રીએ જણાવ્યું હતું કે, એકલા ભજન-સ્મરણ કરવું એ ઉત્તમ છે, પરંતુ જ્યારે સમૂહમાં ભજન થાય છે ત્યારે એ ભજનની સકારાત્મક ઊર્જા આઈન્સ્ટાઇનના સૂત્ર પ્રમાણે અનેકગણી વધી જાય છે.
કળિયુગમાં સર્વ સાધનો કરતા હરિકીર્તન શ્રેષ્ઠ છે એમ આપણા શાસ્ત્રો કહે છે.
ખેતીની ભરપૂર મોસમ હોવા છતાંય તમે બધાએ મોટી સંખ્યામાં આ ભજનયજ્ઞમાં ભાગ લીધો એ બદલ સર્વને અભિનંદન.

Achieved

Category

Tags