Yoga

NABH accreditation to SGVP Holistic Hospital

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્‌ SGVP અમદાવાદ દ્વારા સંચાલિત SGVP હોલિસ્ટિક હૉસ્પિટલમાં એલોપથી, આયુર્વેદ અને યોગનો સુભગ સંયોગ રચાયો છે. હોસ્પિટલમાં જે દર્દીઓ આવે છે એમની ઉત્તમ સારવાર થાય એ માટે ત્રણેય વિભાગના નિષ્ણાંતો દ્વારા યોગ્ય તપાસ થયા પછી સારવાર કરવામાં આવે છે.

વિશ્વ યોગ દિવસ – 2022

યોગ એ ભારતની શાન છે, તેને વિશ્વમાં અગ્રેસર કક્ષાએ લઈ જવામાં મા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસો પ્રશંસનીય છે.

NABH Accreditation to SGVP Holistic Hospital - 2021

SGVP ની હોલિસ્ટિક હૉસ્પિટલના આયુર્વેદ વિભાગને NABH નું એક્રેડીટેશન પ્રાપ્ત થયું

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્‌ SGVP અમદાવાદ દ્વારા સંચાલિત SGVP હોલિસ્ટિક હૉસ્પિટલમાં એલોપથી, આયુર્વેદ અને યોગનો સુભગ સંયોગ રચાયો છે. હોસ્પિટલમાં જે દર્દીઓ આવે છે એમની ઉત્તમ સારવાર થાય એ માટે ત્રણેય વિભાગના નિણાંતો દ્વારા યોગ્ય તપાસ થયા પછી સારવાર કરવામાં આવે છે.

International Yoga Day - 2019

યોગ એ સંપૂર્ણ વ્યાયામ છે. નિયમિત રીતે યોગાસન અને પ્રાણાયામના અભ્યાસથી શારીરિક સ્વાસ્થ્ય સુદ્રઢ થાય જ છે સાથે સાથે  મન, બુદ્ધિ અને ચિત્તની પણ શુદ્ધિ થાય છે. દિવસભરમાં આપણું મન અનેક કાર્યોમાં રત હોય છે ત્યારે થોડો જ સમય તેને સ્થિર કરી ભગવાનમાં જોડીએ તો શાંતિ થાય છે. યોગ કરવાથી મન શાંત થાય છે. શાંત મનથી સકારાત્મક ઉર્જા વિકસિત થાય છે, પ્રકૃતિ અને પરમ શક્તિ સાથે તાદાત્મ્ય વધે છે અને સાંપ્રત સમયના ડિપ્રેશન, ટેન્શન, હતાશા, જેવા માનસિક દૂષણો અને શારીરિક રોગોથી બચી શકાય છે.

A.M. Narayan Mama Spiritual Center Inauguration - 2017

ભગવાન શ્રી સ્વામિનારાયણની શિક્ષાપત્રીમાં માતા, પિતા અને કોઇ રોગીની આજીવન સેવા કરવાની આજ્ઞા પ્રમાણે, સદ્ગુરુવાર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની આગેવાની નીચે, પુજ્યપાદ શ્રી જોગી સ્વામીની પુણ્ય સ્મૃતિમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપી ખાતે તૈયાર થઇ રહેલ હોલિસ્ટિક હોસ્પિટલમાં, અનાદિ મુક્તરાજ પૂજ્ય નારાયણ મામા સર્વજીવહિતાવહ સ્પિરિચ્યુઅલ સેન્ટરનું સ્વામી માધવપ્રિયદાસજી, પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામી, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા સ્પિરિચ્યુઅલ સેન્ટરના સ્પોન્સર ડો. શ્રી વિનોદભાઇ શેખે દિપ પ્રાગટ્ય કરી ઉદઘાટન કર્યુ હતું.

International Yoga Festival, 2014

આંતરરાષ્ટ્રીય યોગ મહોત્સવ, ઋષિકેશ  ૦૫ માર્ચ ૨૦૧૪

ઉત્તરાખંડ સરકાર અને ઋષિકેશના પ્રસિદ્ધ પરમાર્થ નિકેતન આશ્રમ દ્વારા આયોજીત આંતરરાષ્ટ્રીય યોગ મહોત્સવમાં આયોજકોના આમંત્રણથી સદ્‌ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી પરમાર્થ નિકેતન, ઋષિકેશ માં પધાર્યા હતાં.