Pushpadolotsav Gurukul Ahmedabad - 2023
Posted by news on Wednesday, 8 March 2023અમેરિકાની ધરતી ઉપર સત્સંગ વિચરણ કરતા પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી, પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન સાથે અને પુરાણી શ્રી હરિસ્વરુપદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ મેમનગર અમદાવાદ ખાતે તા. ૦૮ માર્ચ, ૨૦૨૩ના રોજ, શ્રી નરનારાયણ દેવનો જન્મોત્સવ, ફુલદોલોત્સવના રૂપમાં ભક્તિ અને આનંદસભર વાતાવરણમાં ઉજવાયો હતો. શ્રી નરનારાયણ દેવ પોતાના ભકતોની ભક્તિમાં કોઇ વિઘ્ન ન થાય તે માટે પોતે બદરિકાશ્રમમાં તપ કરે છે.