સ્વચ્છતા અભિયાન – ગુરુકુલ મેમનગર - 2022
Posted by news on Sunday, 2 October 2022આફ્રિકા સત્સંગ પ્રચારાર્થે વિચરણ કરી રહેલ ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન સાથે મહાત્મા ગાંધીજીના જન્મદિન-ગાંધી જયંતીના દિને તા. ૦૨ ઓક્ટોબર, ૨૦૨૨ રવિવારે સવારે ૭-૩૦ થી ૧૨ વાગ્યા સુધી, મેમનગર વિસ્તાર- ગુરુકુલ રોડ, આજુબાજુ વિસ્તારમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, અમદાવાદ, મેમનગર દ્વારા સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ યોજાયો હતો.